બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ અગ્નિકાંડના મૃતકોનો શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, મૃતકોના પરિવારને યોગ્ય વળતરની માગ
Last Updated: 10:47 PM, 17 June 2024
રાજકોટ અગ્નિકાંડમાં 27 જેટલા જીવતા જીવ કેટલાક ભ્રષ્ટાચારીઓના કારણ હોમાઈ ગયા હતા, જેને લઈ તપાસ અને કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર મળે તેવી કોંગ્રેસે માગ કરી છે, સાથો સાથ 25મી જૂને રાજકોટ બંધ રાખવાનું કોંગ્રેસે આહ્વાન પણ કર્યું છે.
ADVERTISEMENT
25મી જૂને બંધનું કોંગ્રેસનું આહ્વાન
ADVERTISEMENT
કોંગ્રેસ મૃતકોના પરિવારને વળતર આપવાની માગ સાથે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવાની પણ ઉગ્ર માગ કરી છે. તો શહેરના ગાંધી આશ્રમના ગેટ પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કાર્યક્રમમાં મૃતકોના પરિવારજનો પણ હાજર રહ્યાં હતાં.
વાંચવા જેવું: પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત મામલે જૈન સમાજમાં આક્રોશ, અજાણ્યા ઈસમો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
અગાઉ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી
રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટના અવલોકન અને સવાલ જવાબદારો સામે જાગતા જ ઉંઘતા હોવાનો ડોળ કરવાનો સ્પષ્ટ ઈશારો કરાયો છે. ગુજરાત હાઈકોર્ટના તમામ વેધક સવાલ અને અવલોકનો પાછળનો ભાવાર્થ એટલો જ હતો કે અહીં દુર્ઘટનાઓ બનતી રહે છે અને એટલા જ જોશથી જવાબદારોને છાવરવાનો પ્રયાસ થાય છે. રાજકોટના TRP ગેમઝોનની દુર્ઘટના અંગે તો હાઈકોર્ટે SITને ખાતાકીય તપાસ કરવા માટે પણ ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું. જો કે દુખ સાથે એ ચોક્કસ કહેવું પડે કે અગાઉની જે કોઈ પણ દુર્ઘટનાઓ બની ત્યારે હાઈકોર્ટે સરકાર અને સ્થાનિક સત્તાધીશોના કાન આમળ્યા જ છે પરંતુ દરેક ઝાટકણી વખતે જવાબદારો પણ નિંભરતાની હદ વટાવતા જાય છે. હવે SITને જ્યારે ખુદ ગુજરાત હાઈકોર્ટ ખાતાકીય તપાસ કરવા કહી રહી છે ત્યારે તેના આદેશની અસર થશે કે પછી હંમેશની જેમ અધિકારીઓ કે મોટા માથાઓ બચી જશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT