Saturday, April 20, 2019

ચૂંટણી / 7 દિવસમાં હાર્દિક પટેલ કરશે એવું કામ કે ભાજપની ચિંતા વધશે, કોંગ્રેસે આપી વિશેષ સુવિધા

7 દિવસમાં હાર્દિક પટેલ કરશે એવું કામ કે ભાજપની ચિંતા વધશે, કોંગ્રેસે આપી વિશેષ સુવિધા

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને થોડા દિવસો રહ્યા છે ત્યારે રાજકિય પક્ષો પોતાનો પ્રચાર હવાની ગતિએ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને પ્રચાર માટે હેલિકોપ્ટર ફાળવવામાં આવ્યું છે.

કોંગ્રેસના સ્ટ્રાર પ્રચારક હાર્દિક પટેલને ગુજરાતમાં પ્રચાર માટે કોંગ્રેસે હેલિકોપ્ટર ફાળવ્યું છે. ત્યારે હાર્દિક પટેલે આકાશી પ્રચાર શરૂ કરી કર્યો છે. હાર્દિક પટેલ 7 દિવસમાં 50થી વધુ સભાઓ ગજવશે. જેને લઈને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સરળતા રહે તેના માટે કોંગ્રેસે હાર્દિકને હેલિકોપ્ટર ફાળવ્યું છે.

હાર્દિક ગુજરાત કોંગ્રેસનો સૌથી મોટો સ્ટાર પ્રચારક બન્યો
હાર્દિક પટેલ ગુજરાતનો સૌથી મોટો સ્ટાર પ્રચારક બની ગયો છે. હાર્દિકને કોંગ્રેસે પ્રચાર માટે હેલિકોપ્ટર ફાળવ્યું છે. આગામી સાત દિવસોમાં હાર્દિક 50થી સભાઓમાં ગર્જશે. કોંગ્રેસને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવશે. હાર્દિકને હેલિકોપ્ટર ફાળવાતા હવે આગામી સાત દિવસ હાર્દિક હવાઈ સફર કરશે. હાર્દિક ગુજરાતના સૌથી મોટા સ્ટાર પ્રચારક સાથે સાથે રાહુલ અને પ્રિયંકા બાદ ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક પણ બન્યો છે.

હાર્દિક પટેલે કોંગ્રેસને આપ્યો નવો નારો
ગુજરાતમાં મતદાનને ગણતરીનો જ સમય બાકી રહ્યો છે ત્યારે ચૂંટણી પહેલા હાર્દિક પટેલ ગુજરાતમાં 50 સભાઓ ગજવશે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે. આ ચૂંટણીમાં કોંગ્રેસે નવો નારો આપ્યો છે. "અચ્છે દિન આયેંગે, રાહુલ ગાંધી લાયેંગે"
Helicopter hardik patel congress

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ