બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Congress is a genuine thief, so he is scared of the watchman: PM Modi

ચૂંટણી / કોંગ્રેસ અસલી ચોર છે એટલે તેને ચોકીદારનો ડર સતાવી રહ્યો છે: PM મોદી

vtvAdmin

Last Updated: 08:49 PM, 9 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોરમાં ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાહુલ ગાંઘી સભાઓને સંબોધીને પ્રચાર કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના લાતૂરમાં સભાને સંબોધિ હતી અને સભામાં કોંગ્રેસ પર મનમુકીને વરસ્યા હતા. પ્રધાનમંત્રીએ આ સભામાં હાલમાં પડેલી મધ્યપ્રદેશની રેડનો ઉલ્લેખ કર્યો હતો.

નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના લાતૂરમાં સભાને સંબોધિ હતી અને સભામાં કોંગ્રેસ પર મનમુકીને વરસ્યા હતા. મોદીએ કહ્યું કે, કોંગ્રેસના નેતાઓને ત્યાં તાજેતરમાં પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે કોંગ્રેસ અને પાકિસ્તાનને એક સરખા ગણાવીને બંનેની ટીકા કરી હતી.
 


નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે લોકો છેલ્લા 6 મહિનાથી કહી રહ્યાં છે કે, ચોકીદાર ચોર હૈ, પણ હવે નોટોના બંડલો તો એ દરબારીઓના ઘરમાંથી નિકળી રહ્યાં છે. અસલી ચોર જ કોંગ્રેસ છે, અને એટલે જ તેમને ચોકીદારનો ડર સતાવી રહ્યો છે. જ્યારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે કોંગ્રેસના એક મોટા નેતા ત્યાં પહોંચી ગયા અને તેઓ અધિકારીઓને ધમકાવવા લાગ્યા હતા, પરંતુ જ્યારે ફોટો પાડવાનું શરો થયું તો નેતાજી ત્યાંથી મોઢા પર રૂમાલ ઢાંકીને ભાગી ગયા હતા.
 
Image result for pm modi uddhav thackeray

પ્રધાનમંત્રીએ શિવસેનાની જેમ જ કોંગ્રેસ અને પાકિસ્તાન પર આક્રમકતા દાખવી હતી. મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસના ઘોષણાપત્ર અને વાયદાઓને પોકળ ગણાવ્યા હતા અને આ વાયદા પાકિસ્તાન ઈચ્છે તેવા કરાયા હોવાના આરોપો લગાવ્યા હતા.
 
Image result for pm modi uddhav thackeray

આ અગાઉ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પાકિસ્તાનને એવો જવાબ આપવામાં આવે કે તેનું નામો-નિશાન ન રહે. 2014માં અમે કેટલાંક લક્ષ્ય લઈને સામે આવ્યા હતાં, જેને પુરા કરવામાં દેશે તેમને સાથ આપ્યો. 5 વર્ષની સૌથી મોટી કમાણી વિશ્વાસ છે. અત્યાર સુધીમાં જે થયું તેના માટે પણ ચોકીદાર યાદ આવે છે અને જે થવું જોઈએ તેની જવાબદારી પણ ચોકીદાર પર છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP Maharastra PM modi Shivsena Uddhav Thackeray amit shah elecation 2019 Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ