બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ચૂંટણી 2019 / અમદાવાદના સમાચાર / Congress executive meeting Decision amit chavda gujarat

રણનીતિ / કોંગ્રેસની કારોબારી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, કારમી હાર બાદ બેઠું થવા કરશે આ કામ

vtvAdmin

Last Updated: 05:14 PM, 2 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા માટે લોકોએ દર્શાવેલી કંજુસાઈની માનસિકતા દૂર કરવા માટે ગો ટુ ધી પીપલ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના કર્યો હાથ ધરવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કારોબારી એ નક્કી કર્યું છે. ઉપરાંત પક્ષમાં જ રહીને કોંગ્રેસની ઘોર ખોદનારા લોકો સામે ત્વરિત અને કડક પગલાં લેવાનો ઠરાવ કારોબારી એ પસાર કર્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની મળેલી કારોબારીની બેઠક બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે લોકસભામાં મળેલી હારના કારણોની ચર્ચા કરવામાં આવી ઉપરાંત ભાજપને મળેલી લીડ અને EVM પર પણ મોટા ભાગના લોકોએ શંકા વ્યક્ત કરી પરિણામે આ બંને બાબતે સંશોધન કરવાનું નક્કી કરાયું છે. 

લોકસભામાં મળેલા જનાદેશ પરથી એવું જણાવ્યું છે કે કોંગ્રેસની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવાની આવશ્યકતા છે. પરિણામે આગામી દિવસોમાં ગો ટૂ ધી પીપલ કાર્યક્રમ શરૂ કરાશે. 

લોકો સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડવા માટે અને સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ તાલુકા કક્ષા સુધીનો પ્રવાસ કરશે. હારના કારણોની ચર્ચામાં સંગઠનમાં કેટલીક રહેલી ક્ષતિઓ પણ ઉજાગર થઇ હતી. પરિણામે સંગઠનને પણ મજબૂત કરવામાં આવશે. 

બીજી તરફ ભાજપ પર પ્રહાર કરતા ચાવડાએ જણાવ્યું હતું કે ગોડસેની વિચારધારા વાળા શાસકો સામે કોંગ્રેસ લાંબી લડાઈ રહશે.

સંકળાયેલા મુદ્દાઓ

congress gujarat Strategy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ