વિવાદ / કોંગ્રેસે અમને સલાહ આપવાની જરૂર નથી, અનામત વિવાદ પર DyCM નીતિન પટેલનું નિવેદન

ગાંધીનગરમાં બિન અનામત અને અનામત વર્ગના લોકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે કે, સરકાર તરફથી કાર્યવાહી કરવાનું CM રૂપાણી દ્વારા નક્કી કરવામાં આવશે. આ મામલે મને બિન અનામત વર્ગના લોકો સાથે બેઠક કરવા માટે કહેવામાં આવ્યું હતુ. ગુરૂવારે બિન અનામત વર્ગના લોકો સાથે મુલાકાત કરી છે. આ સમગ્ર મામલે આજે મુખ્યમંત્રી સાથે બેઠક થવાની છે. સરાકર દ્વારા આ બેઠકમાં તમામ પાસા જોઈને નિર્ણય કરાશે. કાયદાકીય રીતે સરકાર દ્વારા નિર્ણય કરાશે. ત્યાર બાદ તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યુ કે, કોંગ્રેસ દ્વારા લોકો વચ્ચે મતભેદ ઉભો કરવામાં આવે છે. અગાઉ પણ કોંગ્રેસ લોકોને ગુમરાહ કર્યા હતા. સરકાર દ્વારા તમામ જાતિના લોકોને ધ્યાને રાખીને જ નિર્ણય કરાશે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ