તેલંગાણામાં ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર હુમલો

By : vishal 04:23 PM, 07 December 2018 | Updated : 04:23 PM, 07 December 2018
તેલંગાણામાં ચૂંટણીજંગ જામ્યો છે. ત્યારે તમામ પક્ષ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અનેક જગ્યાએ નાના વિવાદો સામે આવ્યા છે. 

ત્યારે તેંલગાણાના મહેબૂબનગરમાં કોંગ્રેસના ઉમેદવાર પર હુમલાની ઘટના સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવાર વામસીચંદ રેડ્ડી પર કેટલાક અજાણ્યા શખ્સો હુમલો કરીને ફરાર થયા હતા. 

હુમલામાં વામસીચંદ રેડ્ડી ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે પક્ષ દ્વારા પણ આ હુમલાનો વિરોધ કરવામાં આવ્યો અને આરોપીઓની ધરપકડ કરી યોગ્ય સજા કરવા માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે તેલંગાણામાં મતદાન છે અને 11 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે.Recent Story

Popular Story