મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણની વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ કમલનાથને સરકાર બચાવાની જવાબદારી સોંપી છે.
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ
ઉદ્ધવ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા
કોંગ્રેસ આ નેતાને સોંપી જવાબદારી
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને કોંગ્રેસે મહારાષ્ટ્ર સરકાર બચાવાની જવાબદારી સોંપી છે. આ જ ક્રમમાં મહારાષ્ટ્રમાં હાલના રાજકીય ઘટનાક્રમને ધ્યાને રાખતા કોંગ્રેસ કમલનાથને રાજ્યના પાર્ટી પર્યવેક્ષક (સુપરવાઈઝર) તરીકે નિમણૂંક કરી છે. પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષે કમલનાથને મહારાષ્ટ્રમાં હાલના રાજકીય ઘટનાક્રમને જોતા એઆઈસીસીના પર્યવેક્ષક બનાવાનો નિર્ણય કર્યો છે.
Congress appoints Kamal Nath as the party's Observer to Maharashtra "in wake of recent political developments in the state." pic.twitter.com/TIcf8OwMjV
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે કથિત રીતે નારાજગીને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં વમળો ઉભા કર્યા છે. એવા સમાચાર આવી રહ્યા છે કે, મહારાષ્ટ્ર સરકારના મંત્રી શિંદે મુંબઈમાં નહીં પણ તેઓ અમુક ધારાસભ્યોને લઈને સૂરતમાં એક હોટલમાં અડ્ડો જમાવીને બેઠા છે. બાદમાં શિવસેના નેતા સંજય રાઉતે મુંબઈમાં પત્રકારોને કહ્યુ કે, એ સત્ય છે કે, વિધાન પરિષદ ચૂંટણી બાદ સોમવારે રાતે અમુક ધારાસભ્યોનો સંપર્ક થઈ શકતો નથી, જોકે પાર્ટી અમુક ધારાસભ્યો સાથે વાત કરી રહી છે.
સંજય રાઉતે કહ્યુ હતું કે, એકનાથ શિંદે મુંબઈમાં નથી, પણ તેમનો સંપર્ક થઈ ગયો છે. જો કે રાઉતે શિંદે સાથે જનારા ધારાસભ્યોની સંખ્યા વિશે વિસ્તારથી વાત નથી કરી. એક દિવસ પહેલા જ સત્તાધારી પાર્ટી મહાવિકાસ અઘાડી ગઠબંધને મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં હારથી ઝટકો લાગ્યો હતો. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આ સરકારના ઘટકદળ છે.