congress aap tmc 14 opposition party supreme court against centre misuse cbi ed agency
BIG NEWS /
14 રાજકીય પક્ષોએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર, કેન્દ્ર પર લગાવ્યો CBI-EDના 'દુરુપયોગ'નો આક્ષેપ
Team VTV11:34 AM, 24 Mar 23
| Updated: 11:37 AM, 24 Mar 23
દેશના 14 રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર પર CBI અને EDના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. આ મામલે આગામી 5 એપ્રિલે સુનાવણી યોજાશે.
કેન્દ્ર પર CBI અને EDના દુરુપયોગનો આરોપ
14 વિપક્ષી પાર્ટીઓ પહોંચી સુપ્રીમ કોર્ટમાં
સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર
દેશની 14 વિપક્ષી પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે અરજી દાખલ કરી અને કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો વિપક્ષી રાજકીય પક્ષો વિરુદ્ધ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અરજી દાખલ કરનારાઓમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે, આરજેડી અને તૃણમૂલ કોંગ્રેસ સહિત 14 રાજકીય પક્ષો સામેલ છે.
કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. આ મામલે 5 એપ્રિલે સુનાવણી થશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 24, 2023
14 રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં ED અને CBIનો મનસ્વી ઉપયોગ વિરુદ્ધ કોંગ્રેસ નેતૃત્વમાં 14 રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પક્ષોમાં DMK, રાષ્ટ્રીય જનતા દળ, ભારત રાષ્ટ્ર સમિતિ, અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય સામેલ છે. 14 રાજકીય પક્ષોનું કહેવું છે કે, લોકશાહી ખતરામાં છે. અમે ચાલી રહેલી તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા.
SC agrees to hear on April 5 plea filed by 14 political parties led by Congress alleging arbitrary use of ED and CBI in arresting opposition leaders. pic.twitter.com/yOYiTgI0tn
માર્ગદર્શિકા બનાવવાની માંગ
આ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ આ અંગે માર્ગદર્શિકા બનાવે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 14 રાજકીય પક્ષોને એક મંચ પર લાવવાનું કામ કર્યું છે. ખાસ વાત એ છે કે આ 14 રાજકીય પક્ષોમાં દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે અને 5 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે.