બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Cong Kept Farooq Abdullah's Father in Jail for 11 Yrs Says Amit Shah on Kashmir Debate

જમ્મૂ-કાશ્મીર / ફારૂક અબ્દુલ્લાની કસ્ટડીને લઇને અમિત શાહે લોકસભામાં આપ્યું આ નિવેદન

Divyesh

Last Updated: 01:04 PM, 10 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિત શાહે કાશ્મીરની સ્થિતિને લઇને નિવેદન આપ્યું છે કે હાલ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ કોંગ્રેસની સ્થિતિ સામાન્ય નથી. કાશ્મીરમાં એક પણ વખત ગોળીબાર થયો નથી. જ્યારે ફારૂક અબ્દુલ્લાને છોડવાને લઇને અમિત શાહે જણાવ્યું કે તેમની ધરપકડ થયાને 5 થી 6 મહિના થયા છે.

  • કશ્મીર પર ચર્ચા દરમિયાન અમિત શાહનું નિવેદન 
  • કશ્મીરમાં 99.5 ટકા બાળકોએ આપી પરીક્ષા
  • કોંગ્રેસે ફારૂક અબદુલ્લાના પિતાને 11 વર્ષ જેલમાં રાખ્યાં

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે ફારૂક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાને 11 વર્ષ સુધી જેલમાં રાખ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ કાશ્મીરને લઇને જ્યારે જવાબ આપી રહ્યાં હતા ત્યારે અધીર રંજને કહ્યું કે મંત્રીના નિવેદન પરથી એવુ લાગી રહ્યું છે કે કાશ્મીરમાં રાજરાજ્ય આવી ગયું છે. 

કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે. અમે જણાવ્યું હતું કે સ્થિતિ ખરાબ થઇ શકે છે. હિંસા થઇ શકે છે, પરંતુ એવું કાંઇ થયું નહીં. કાશ્મીરમાં 370 કલમ હટાવ્યા બાદ એક ગોળી પણ ચાલી નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 99.5 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો. 7 લાખ બિમાર વ્યક્તિઓનો ઇલાજ કરવામાં આવ્યો.

બધા પોલીસ સ્ટેશન શાંતિથી કામ કરી રહ્યા છે. ધારા 144 હટાવી લેવામાં આવી છે. અમિત શાહે કહ્યું કે મોદી સરકારમાં પંચાયત ચૂંટણી યોજવામાં આવી. ત્યારબાદ બ્લોકની ચૂંટણી યોજાય અમિત શાહે કહ્યું કે અમે નેતાઓને વધારે દિવસ જેલમાં રાખવા ઇચ્છતા નથી. તંત્રને જ્યારે લાગશે ત્યારે તેઓ તેમને છોડી મુકશે. 

જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મામલે હજુ પણ સંસદમાં રાજકીય સંગ્રામ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના સાંસદોએ લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો કે કાશ્મીરમાં નેતાઓને  ખોટી રીતે કેદ રાખવામાં આવ્યા છે. આ સાથે જ અન્ય નેતાઓને કાશ્મીરમાં પ્રવેશ ન આપવાનો મુદ્દો પણ વિપક્ષે ઉઠાવ્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કાશ્મીરમાં સ્થિતિ એકદમ સામાન્ય છે. આસાથે જ અમિત શાહે કોંગ્રેસને ભૂતકાળની યાદ અપાવીને ગંભીર આરોપ લગાવ્યા.

સંકળાયેલા મુદ્દાઓ

Farooq Abdullah Jammu and Kashmir amit shah અમિત શાહ કોંગ્રેસ જમ્મૂ-કાશ્મીર ફારૂક અબ્દુલ્લા jammu and kashmir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ