બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતની એક માત્ર એવી નગરપાલિકા જ્યાં ભાજપનો થયો સફાયો, કોંગ્રેસ-AAPનું દમદાર પરફોર્મન્સ
Last Updated: 02:09 PM, 18 February 2025
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો એક બાદ એક જાહેર થઇ રહ્યા છે. ત્યારે રાજ્યમાં મોટા ભાગની બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. પરંતુ રાજ્યમાં હજી ઘણી બેઠકો એવી છે જ્યા ભાજપનો હાથ પહોંચી શક્યો નથી. અને હજી પણ ત્યા અપક્ષ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો રાજ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીનો વિજય
દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકા ભાજપના પંજાથી દૂર રહી ગઇ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ નગરપાલિકામાં વોર્ડ નં 1 અને 2 માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જેમાં તમામ ચાર ઉમેદવારોને વિસ્તારના લોકોએ વધાવી લીધા હતા. દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 13 બેઠકોમાં બાજી મારીને ભાજપને પછાડી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા નગરપાલિકાનું શાસન હવે ભાજપના હાથમાં, પંજો ઢીલો પડ્યો
છેલ્લા ઘણા સમયથી ભાજપે ચૂંટણીઓને લઇ તાડમાર તૈયારીઓ શરૂ કરી દીધી હોવા છતા એક સીટ ભાજપ મેળવી શકી ન હતી. ત્યારે સ્થાનિક સ્વરાજની આ એકમાત્ર બેઠક હતી જ્યા ભાજપને ખાલી હાથે પરત જવાની વારી આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.