57000 રૂપિયામાં મળે છે કોન્ડમનું એક પેકેટ, ખરીદવા માટે લાગે છે લાઇન.. જાણો કેમ?

By : kavan 11:57 AM, 22 February 2019 | Updated : 11:57 AM, 22 February 2019
દક્ષિણ અમેરિકાના મહાદ્વીપમાં સ્થિત વેનેઝુએલા છેલ્લા કેટલાક સમયગાળાથી આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે, જ્યાં લોકો ખાણી-પીણી માટે તરસી રહ્યા છે આ સાથે જ જીવન જરૂરીયાતની વસ્તુઓ પણ મળવી મુશ્કેલ બની રહી છે.

એ સમયમાં લોકો શારીરિક સંબંધ બાંધતા પહેલા પણ હજાર વખત વિચાર કરી રહ્યા છે. આ વાતના અનુસંધાને તમને પ્રશ્ન થશે કે આવું કેમ..? શું વેનેઝુએલામાં શારીરિક સંબંધ બનાવવા પર કોઇ પાબંધી લાદવામાં આવી છે કે શું..? જો કે, આ મામલે કારણ જરા અલગ છે.આપને જણાવી દઇએક કે વેનેઝૂએલામાં ગર્ભપાત ગેરકાયદેસર છે. જો કોઇ વ્યક્તિ ખોટી રીતે પણ આ પ્રકારનું પગલું ભરે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. હાલના સમયગાળામાં ગર્ભનિરોધક ગોળી તથા કોન્ડમની કિંમત સોના જેટલુ મોંઘુ છે. 

આ સ્થળે કોન્ડમનું એક પેકેટ ખરીદવા માટે 755થી 800 US ડોલર ખર્ચવા પડે છે. જેની ભારતીય કિંમત મુજબ 57000 થવા જાય છે. કોન્ડમના એક પકેટની કિંમત આટલી બધી હોવા છતાં સ્થાનિક લોકો તેને ખરીદી રહ્યા છે અને ખરીદવા માટે મેડિકલ સ્ટોર પાસે લાંબી લાઇન લગાવે છે. વેનેઝૂએલાના સ્થાનિકોને માર્કેટમાં લોકલ બ્રાન્ડના પણ કોન્ડમ અને ગર્ભનિરોધક ગોળી મળે છે પરંતુ તે સુરક્ષિત નહીં હોવાને કારણે લોકો વિદેશી બ્રાન્ડ ખરીદવા માટે પૈસા ખર્ચે છે. Recent Story

Popular Story