બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જાણીતી યુનિવર્સિટીમાં છૂટથી વહેંચાયા લાર્જ સાઈઝના કોન્ડોમ, લોકોએ કહ્યું- સેક્સ પાર્ટી તો નથી ગોઠવીને?

પણ શું કારણ / જાણીતી યુનિવર્સિટીમાં છૂટથી વહેંચાયા લાર્જ સાઈઝના કોન્ડોમ, લોકોએ કહ્યું- સેક્સ પાર્ટી તો નથી ગોઠવીને?

Last Updated: 04:27 PM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક યુનિવર્સિટીમાં મોટી સાઈઝના કોન્ડોમ વહેંચવામાં આવતાં લોકોને ભારે નવાઈ લાગી કે આખરે આવું કરવાની શું જરુર પડી?

કોન્ડોમની વાત આવે એટલે માનસપટ પર સૌથી પહેલો વિચાર સેક્સ જ આવે! અલબત્ત કોન્ડોમ સેક્સ માટે જ વપરાય છે પરંતુ ઘણી વાર કેટલાક શુભ આશય સાથે કોન્ડોમનું નામ જોડાઈ જતું હોય છે. જાણીતી યુનિવર્સિટીમાં બર્થડે પર કોન્ડોમ અથવા તો સેનિટરી પેડની ગિફ્ટ આપવામાં આવે છે. જે કોઈ છોકરા કે છોકરીનો બર્થડે હોય તેને આ પ્રકારની ગિફ્ટ આપવામાં આવે છે. જોકે આ બધુ સારા માટે છે, કોઈ સેક્સને પ્રોત્સાહન આપવા માટે નથી, હા, સેફ સેક્સ માટે જરુરથી છે.

બર્થડે બોય-ગર્લને જન્મદિવસ મળે છે કોન્ડોમ-પેડ્સની ગિફ્ટ

મહારાષ્ટ્રની નાગપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં એક અનોખી અને સામાજિક જાગૃતિ લાવવાની પરંપરા ચાલી રહી છે. અહીં વિદ્યાર્થીઓ તેમના મિત્રોને તેમના જન્મદિવસ પર એક ખાસ ભેટ આપે છે જેમાં ત્રણ કોન્ડોમ અને એક સેનિટરી નેપકિનનો સમાવેશ થાય છે. આ ભેટની સૌથી રસપ્રદ વાત એ છે કે તે કોઈપણ રેપર કે ગિફ્ટ કવર વિના ખુલ્લામાં આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય જાતીય સ્વાસ્થ્ય અને માસિક સ્રાવની સ્વચ્છતા વિશે વાતચીત શરૂ કરવાનો અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે.

કોન્ડોમ આપવાનો શું હેતું

આ પહેલ પાછળનો મજબૂત વિચાર એ છે કે વિદ્યાર્થીઓમાં એઇડ્સ, અનિચ્છનીય ગર્ભાવસ્થા અને માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છતા વિશે જાગૃતિ આવે. એક તરફ, આનાથી યુવા પેઢી જાતીય સ્વાસ્થ્ય વિશે જવાબદારીપૂર્વક વિચારવા મજબૂર થાય છે, તો બીજી તરફ, માસિક ધર્મ અંગેનો ખચકાટ અને શરમ પણ દૂર થઈ રહી છે.

યુનિ. વિદ્યાર્થીએ શું કહ્યું

આ પહેલ નાગપુર યુનિવર્સિટીના કેટલાક પ્રગતિશીલ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને હવે તે ધીમે ધીમે બાકીના કેમ્પસમાં પણ ચર્ચાનો વિષય બની રહી છે. વિદ્યાર્થીઓ માને છે કે આવા નાના પગલાં સમાજમાં મોટા પરિવર્તન લાવી શકે છે. એક વિદ્યાર્થીએ કહ્યું, "અમે આ વિષયો પર ખુલ્લી ચર્ચા કરવા માંગીએ છીએ જેથી કોઈ પણ યુવા જાણ કર્યા વિના ખોટા નિર્ણયો ન લે. કોન્ડોમ અને સેનિટરી પેડ્સ જેવી વસ્તુઓ શરમ નહીં પણ સમજણની નિશાની હોવી જોઈએ.

લોકોને લાગ્યું બીજું કંઈક

યુનિ.કોન્ડોમ વહેંચવાનો બનાવ સામે આવતાં લોકોમાં પણ ઉશ્કેરાટ જોવા મળ્યો હતો અને લોકો સોશિયલ મીડિયામાં ધડાધડ સવાલો કરતાં જોવા મળ્યાં હતા, ઘણા તો એવી ગંદી કોમેન્ટ પણ કરી કે શું યુનિ. સેક્સ પાર્ટી રાખવામાં આવી છે કે કોન્ડોમ વહેંચો છો જોક કોન્ડોમ વહેંચવા પાછળનો આશય અતિ શુભ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral news university condoms gift nagpur university condoms
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ