બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / "Condition of West Bengal worse than Ukraine" Shubhendu Adhikari took aim at Mamata Sarkar

વિસ્ફોટ / "પશ્ચિમ બંગાળની હાલત યુક્રેન કરતા પણ ખરાબ" શુભેન્દુ અધિકારીએ મમતા સરકાર પર સાધ્યું નિશાન

Pravin Joshi

Last Updated: 03:38 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા અને ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ બંગાળમાં વારંવાર થઈ રહેલા વિસ્ફોટોને લઈને બંગાળની મમતા સરકાર પર નિશાન સાધ્યું છે.

  • પશ્ચિમ બંગાળમાં 'ગેરકાયદે ફટાકડા સાથે જોડાયેલો' બીજો વિસ્ફોટ 
  • શુભેંદુ અધિકારીએ બંગાળમાં મમતા સરકાર પર નિશાન સાધ્યું 
  • પશ્ચિમ બંગાળની હાલત યુક્રેન કરતા પણ ખરાબ : શુભેંદુ અધિકારી

સોમવારે પશ્ચિમ બંગાળમાં 'ગેરકાયદે ફટાકડા સાથે જોડાયેલો' બીજો વિસ્ફોટ થયો હતો. માત્ર સાત દિવસમાં આ ત્રીજો વિસ્ફોટ છે. બીરભૂમ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતાના ઘરે કથિત રીતે તાજેતરના વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા અને ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ બંગાળમાં વારંવાર થઈ રહેલા વિસ્ફોટોને લઈને બંગાળની મમતા સરકાર પર નિશાન સાધ્યું છે. શુભેન્દુ અધિકારીએ કહ્યું કે પશ્ચિમ બંગાળની હાલત યુક્રેન કરતા પણ ખરાબ છે.

અમિત શાહના આગમન પહેલાં જ મમતા બેનર્જીને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ છોડ્યું MLA  પદ । Mamata Banerjee's big tweak just before Amit Shah's arrival, veteran  leader resigns as MLA

ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 12 લોકોના મોત 

ધનીય છે કે 16 મેના રોજ પૂર્વ મેદિનીપુરના એગ્રા વિસ્તારમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા હતા. તે વિસ્ફોટના મુખ્ય આરોપીનું 19 મેના રોજ ઓડિશાના કટકની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું અને Egra બ્લાસ્ટ જેવી ઘટનાની NIA તપાસની માંગ કરી હતી. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસે દરોડા દરમિયાન રાત્રે પુરાવા સાથે છેડછાડ કરી હતી. ગઈકાલે શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની હાલત યુક્રેન કરતા પણ ખરાબ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં એટલા વિસ્ફોટો નથી જેટલા બંગાળમાં થઈ રહ્યા છે.

ભગવો ધારણ કર્યા બાદ શુભેંદુ અધિકારીએ TMC માટે આપ્યું મોટું નિવેદન,  કહ્યું....| Suvendu adhikari said that he was ashamed of having associated  with tmc for 21 years

ગેરકાયદેસર કારખાનાઓને લઈને સરકારની ઊંઘ હરામ થઈ ગઈ 

તમને જણાવી દઈએ કે રાજ્યના દક્ષિણ 24 પરગણા જિલ્લાના બજબુજ વિસ્તારમાં રવિવારે એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં એક સગીર અને બે મહિલાઓના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તમામ મૃતકો એક જ પરિવારના હતા. રાજ્ય સરકારે ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આવી ગેરકાયદે ફેક્ટરીઓ પર કાર્યવાહી કરવા માટે, રાજ્ય કેબિનેટે ગ્રીન ફટાકડા ઉદ્યોગ માટે ક્લસ્ટર સ્થાપવાનો નિર્ણય કર્યો છે અને આ બાબતની તપાસ માટે મુખ્ય સચિવ એચ કે દ્વિવેદીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. સરકારના એક વરિષ્ઠ મંત્રીએ અહીં આ માહિતી આપી.

સંકળાયેલા મુદ્દાઓ

MamataSarkar ShubhenduAdhikari WestBengal condition ukraine worse West Bengal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ