બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / શેર બજારની તબિયત ફરી બગડી! સેન્સેક્સમાં 836 અંકનો ઘટાડો, આ શેરોએ રોકાણકારોને દીધો દગો
Last Updated: 04:08 PM, 7 November 2024
શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી એક-એક ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સના ટોપ 30માંથી 29 શેરો ઘટાડા સાથે બંધ થયા છે. સ્થાનિક શેરબજાર માટે ગુરુવારનો દિવસ સારો રહ્યો ન હતો.
ADVERTISEMENT
સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 1.04 ટકા અથવા 836.34 પોઈન્ટના ઘટાડા સાથે 79,541.79 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 1.16 ટકા અથવા 284.70 પોઇન્ટના ઘટાડા સાથે 24,199.35 પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે, નિફ્ટી50નું ઈન્ટ્રા-ડે લો લેવલ 24,179.05 પોઈન્ટ છે અને સેન્સેક્સનું ઈન્ટ્રા-ડે લો લેવલ 79,419.34 પોઈન્ટ છે.
ADVERTISEMENT
આજે સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાંથી 29 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. માત્ર SBIના શેર જ સેન્સેક્સમાં વધારા સાથે બંધ થયા છે. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સમાં ટેક મહિન્દ્રાના શેરમાં તેજી જોવા મળી હતી. ટાટા મોટર્સ અને ટેક મહિન્દ્રાના શેર 2 ટકાથી વધુ ઘટીને બંધ થયા છે.
વધુ વાંચો : આવી રહ્યો છે રિલાયન્સ Jioનો બેસ્ટ IPO, જે બદલી શકે છે ભારતીય ટેલિકોમનું ભવિષ્ય
બજારના નકારાત્મક વલણ છતાં NSEમાં 137 કંપનીઓના શેર અપર સર્કિટમાં અથડાયા છે. જ્યારે 45 કંપનીઓના શેર નીચલી સર્કિટ પર બંધ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.