પંચમહાલ / ભારે વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી

પંચમહાલમાં ભારે વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરોમાં મોઘા ભાવના બિયારણ અને ખાતર દ્વારા તૈયાર થયેલ પાક ભારે પવન અને વરસાદને લઈને નિષ્ફળ ગયો છે. ખેતરોમાં પાણી ભરાતા ડાંગર,મકાઈ, તુવેર, કપાસ અને અન્ય પાકોને પારાવાર નુકસાન પહોંચ્યું છે. જેને લઈને ખેડૂતોની હાલ મુશ્કેલીમાં મુકાયા છે. આથી ખેડૂતો રાજ્ય સરકાર મુખ્યમંત્રી કૃષિ સહાય યોજનાના ધારાધોરણોમાં ફેરફાર કરીને સહાય કરે તેવી માગ કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ