બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ચિંતા વધી, MS યુનિવર્સિટીમાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ તંત્ર સજ્જ
Last Updated: 09:24 PM, 6 August 2024
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વિકટ બની છે, ત્યારે આ સ્થિતિને લઈ વડોદરામાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે.
ADVERTISEMENT
વડોદરાની MS યુનિવર્સિટીમાં 80 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી આ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ તંત્ર સતર્ક થયું છે. આ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ આજે MS યુનિવર્સિટીના ઈન્ટરનેશનલ અફેર્સ ડિપાર્ટમેન્ટની બેઠક મળી હતી. જેમાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમિત ચાવડાનો મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પત્ર, વિધાનસભા સત્ર બોલાવવા કરી માગ
આ મીટિંગ બાબતે ડિરેક્ટર ઇન્ટરનેશનલ બાબત વિભાગના ધનેસ પટેલે જણાવ્યુ હતુ કે મિટીંગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના પરિવારજનોની ખબર અંતર પૂછવાનો હતો. જેમાં તમામ વિદ્યાર્થીઓમાંથી 99 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. હાલ તેઓ વિવિધ વિભાગમાં અભ્યાસ કરી રહ્યા છે. અને જુદી જગ્યાઓ પર રહે છે. તેમના રહેઠાણની જગ્યાઓ પર અમારા દ્વારા માણસો મુકવામાં આવ્યા છે. અને તેમની તમામ કાળજી અમે રાખીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.