બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દર્દીઓના આરોગ્ય સાથે ચેડા! 10 પાસ યુવકનું ત્રણ વર્ષથી ધમધમતું ગેરકાયદેસર ક્લિનિક ઝડપાયું

મહારાષ્ટ્ર / દર્દીઓના આરોગ્ય સાથે ચેડા! 10 પાસ યુવકનું ત્રણ વર્ષથી ધમધમતું ગેરકાયદેસર ક્લિનિક ઝડપાયું

Last Updated: 06:17 PM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો, દસમા પાસ વ્યક્તિએ તબીબી ડિગ્રી વિના ક્લિનિક ખોલ્યું

Fake Doctor in Pandharpur: 10મું પાસ વ્યક્તિએ તબીબી શિક્ષણ વિના મહારાષ્ટ્રના પંઢરપુરમાં ક્લિનિક શરૂ કર્યું અને ત્રણ વર્ષ સુધી દર્દીઓની સારવાર કરી. દર્દીઓના ડાયાબિટીસ અને હાડકા સંબંધિત સમસ્યાઓની સારવાર કરતો હતો. પોલીસ અને આરોગ્ય વિભાગે ક્લિનિક પર દરોડો પાડી કાર્યવાહી કરી છે.

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં દસમા પાસ વ્યક્તિ દત્તાત્રેય સદાશિવ પવારે કોઈપણ તબીબી ડિગ્રી વિના ક્લિનિક ખોલ્યું હતું. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ડાયાબિટીસ, હાડકાની સમસ્યાઓ સહિત અનેક ગંભીર રોગોની સારવાર કરતો હતો. તમને જણાવી દઈએ કે આરોપીએ કબૂલ્યું હતું કે તેણે સતારામાં માત્ર ચાર દિવસની તાલીમ લીધી હતી. આ આધારે તેમણે પંઢરપુરમાં પોતાનું ક્લિનિક શરૂ કર્યું. આ નકલી ડૉક્ટર દરદી દીઠ 500 રૂપિયા વસૂલતો હતો અને દરરોજ 70-80 દર્દીઓની સારવાર કરતો હતો.

doctor-stethoscope

શંકા બાદ ભાંડાફોડ થયો

આ ક્લિનિક પંઢરપુર શહેરના જૂના અકલુજ રોડ પર ચંદ્રભાગા બસ સ્ટેન્ડ પાછળ ચાલી રહ્યું હતું. વિસ્તારના કેટલાક સ્થાનિક રહેવાસીઓને શંકા ગઈ અને તેમણે આરોગ્ય વિભાગને જાણ કરી હતી જેના પછી તબીબ નકલી હોવાનો ખુલાસો થયો હતો.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આરોગ્ય વિભાગના દરોડા

આરોગ્ય વિભાગે પોલીસ અને મ્યુનિસિપલ વહીવટીતંત્રની મદદથી આરોપીના ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પાસે ક્લિનિક ચલાવવા માટે કોઈ લાઇસન્સ કે તબીબી પ્રમાણપત્ર નહોતું. ત્રણ વર્ષથી આરોપી માત્ર પંઢરપુરમાં જ નહીં પરંતુ શેગાંવમાં પણ સારવાર આપી રહ્યો હતો. દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ તેમની પાસે આવતા જેમના જીવ જોખમમાં હતા.

આ પણ વાંચોઃ ગર્લફ્રેન્ડ સાથે એક હોટલમાં વેપારી રોકાયો, બાદમાં બાથરૂમમાંથી મળી આવ્યો મૃતદેહ, એ પણ કપડાં વિના

આરોપીઓ સામે કાર્યવાહી

નકલી તબીબ અંગે ખુલાસો થયા બાદ પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી અને તેનું ક્લિનિક બંધ કરી દીધું. હવે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે જેથી આવા અન્ય કિસ્સાઓ પણ શોધી શકાય. નોંધનીય છે કે આ ઘટના આરોગ્ય સેવાઓમાં છેતરપિંડીની ગંભીરતા પર ભાર મૂકે છે અને સાવધ રહેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Solapur fake doctor Fake Doctor Maharashtra news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ