Team VTV11:10 PM, 13 May 19
| Updated: 08:10 PM, 18 May 19
દેશના નાગરિકોનો જો કોઈ તેના હકો અને મૂળભૂત અધિકારો આપતું હોય તો તે છે ભારતનું બંધારણ..એ બંધારણ કે જે સરકારને પણ પોતાની મર્યાદામાં રહીને કામગીરી કરતા શીખવે છે...જો કે બંધારણ ભલે તમામ નાગરિકોને સમાન હક આપતું હોય પરંતુ સમાજના કહેવાતા આગેવાનો માટે તે ગૌણ બની જાય છે..અને આ કહેવાતા આગેવાનો દેશને એકજૂટ કરવાના સ્થાને તેમાં વર્ગવિગ્રહ અને ભેદભાવ ઉભો કરવાની એક પણ તક જવા દેતા નથી...છેલ્લા ત્રણ-ચાર દિવસોમાં દલિતો સામે થયેલા અન્યાયની ઘટના તેનો જીવતો જાગતો પૂરાવો છે...સવાલ એ છે કે મહેસાણા,સાબરકાંઠા અને અરવલ્લીમાં જે રીતે દલિત પરિવારના લગ્નમાં જે રીતે વિઘ્ન ઉભા કરવાનું કામ થયું તેને જોતા એમ થાય છે કે વિઘ્ન નાંખનારા લોકો ખરેખર 21મી સદીમાં જીવી રહ્યા છે? દુનિયામાં જે ભારતની આજે ચર્ચા થઈ રહી છે શું આ તે જ ભારત છે? શા માટે આવા ભેદભાવને પ્રોત્સાહન આપવાનું કામ થઈ રહ્યું છે? શું દલિતોને પરેશાન કરી રહેલા સમાજના આગેવાનો આ અન્યાયને બંધ કરાવવાનું બિડુ જ ઝડપી શકે
? શું આવા ભેદભાવ અને વિગ્રહથી દેશ આગળ વધી શકશે ખરો? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન...