WhatsAppનો ઉપયોગ મોટાભાગે બઘા કરે છ પણ તમે જાણો છો કે તેના પર તમે કરોડો રૂપિયા જીતી શકો છો. WhatsAppએ પોતાના પ્લેટફોર્મને માત્ર ચેટ માટે સિમિત નથી રાખ્યુ પણ બિઝનેસ કમ્યુનિકેશન માટે પણ Whatsapp ઉપયોગ થઇ શકે છે.
Whatsappએ એક બિઝનેસ એપ લોન્ચ કર્યું છે. આ ઉપરાંત તે સ્ટાર્ટ-અપને આગળ વધારવામાં લોકોને મદદ કરે છે. જેથી Whatsappએ અલગથી બિઝનેસ એપ પણ ગયા વર્ષે લોન્ચ કર્યું છે. આ બિઝનેસ એપમાં ઘણાં બિઝનેસ એપ જોડાયેલા છે. જેનો ઉપયોગ બિઝનેસને વધારવા કરી શકાય છે.
Whatsappએ ભારતીય યૂઝર્સ માટે સ્ટાર્ટ-અપ ઇન્ડિયા Whatsapp ગ્રેજ ચેલેન્જનું આયોજન કર્યું છે. આ સ્પર્ધાનું આયોજન ભારતમાં સ્ટાર્ટ-અપ સાથે સાથે ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં વિકાસ માટે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના ટોચના પાંચ વિજેતાઓને ઇનામ રૂપે 1.8 કરોડની ચૂકવણી કરવામાં આવશે. આ સ્પર્ધા આરોગ્ય સેવા ગ્રામીણ અર્થતંત્ર નાણાકીય ડિજિટલ શિક્ષણ અને નાગરિક સંરક્ષણ જેવા ક્ષેત્રો સહિત તમામ પ્રકારના ઉદ્યોગસાહસિકો માટે શરૂ કરવામાં આવી છે.
Whatsappએ તાજેતરમાં જ તેના મીડિયા રિલીઝમાં જણાવ્યું કે "તાજેતરના વિચારો ઉદ્યોગસાહસિકો અને વ્યવસાય મોડલો કે જે સ્થાનિક સમસ્યાને સંબોધિત કરે છે અને મોટા પાયે સામાજિક-આર્થિક સમસ્યાઓનુ સમાધાન કરે છે તેઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે" તમને જણાવી દઇએ કે તમે 10 માર્ચ 2019 સુધીમાં આ સ્પર્ધા માટે નોંધણી કરાવી શકો છો.
પસંદગીની પ્રક્રિયા:
- આ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રતિસ્પર્ધીઓનું આયોજન સ્વતંત્ર મૂલ્યાંકન સમિતિ દ્વારા કરવામાં આવશે.
- પસંદ કરેલી આવેદનમાંથી 30 શ્રેષ્ઠ વિચારોને આગામી સૂચિ માટે પસંદ કરાશે અને આગલા રાઉન્ડમાં તેમને ટોપ-10માં લેવામાં આવશે.
- આખરી રાઉન્ડમાં ટોપ-5 વિજેતાઓને પસંદ કરવામાં આવશે. તેમને 50 હજાર અમેરિકી ડોલર(લગભગ 35.6 લાખ રૂપિયા) ઇનામ આપવામાં આવશે. પાંચ વિજેતાઓને થઇને કુલ રૂ.1.8 કરોડ આપવામાં આવશે.