Complaint under Domestic Violence Act against Ahmedabad in-laws
કાર્યવાહી /
અમદાવાદમાં સાસરિયાંના ત્રાસથી પીડાતી ત્રણ પરિણીતાઓ રણચંડી બની, આ શસ્ત્ર ઉગામી ‘સબક’ શીખવ્યો
Team VTV11:58 PM, 22 Mar 23
| Updated: 12:00 AM, 23 Mar 23
અમદાવાદમાં સાસરિયાંના ત્રાસથી પીડાતી ત્રણ પરિણીતા રણચંડી બનીઃ કાયદાનું શસ્ત્ર ઉગામી ‘સબક’ શીખવ્યો છે.
સાસિરયાં વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ
આનંદનગર, વસ્ત્રાલ પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
સાસિરયાંના ત્રાસથી નીતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
સાસિરયાંના ત્રાસથી અનેક પરિણીતાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હોવાના કિસ્સા સમાજમાં બની રહ્યા છે ત્યારે હવે સાસિરયાંઓને સબક શિખવાડવા માટે પરિણીતા રણચંડી બની છે અને કાયદાનું શસ્ત્ર ઉગામવાનું શરૂ કર્યું છે, જેથી કરીને બીજી કોઈ પરિણીતા ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ ના બને. શહેરના આનંદનગર, વસ્ત્રાલ અને મેઘાણીનગરમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ તેમજ સાસિરયાં વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ માર મારવાની તેમજ દહેજની ફરિયાદ કરી છે.
આનંદનગરની ઘટના
આનંદનગર વિસ્તારમાં રહેતી મનીષાનાં લગ્ન વર્ષ 2012માં જયંતી સાથે થયાં હતાં. મનીષાએ ગઈ કાલે પતિ તેમજ સાસુના ત્રાસથી કીડા મારવાની દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. મનીષાનાં લગ્નના થોડા સમય બાદ પતિ અને સાસુનો ત્રાસ ચાલુ થયો હતો. મનીષાએ પ્રેમલગ્ન કર્યાં હોવાના કારણે તે સાસિરયાંના ત્રાસથી પિયરમાં કહેવાનું ટાળતી હતી. પતિ અને સાસુનો ત્રાસ ધીમે ધીમે વધવા લાગ્યો હતો અને હદ ત્યાં સુધી થઈ ગઈ કે પતિ એક્ટિવામાં પેટ્રોલ પુરાવવાના રૂપિયા પણ આપતો ન હતો. બાળકોને ટ્યૂશન ક્લાસીસ તેમજ સ્કૂલે મૂકવા જવા માટે ગઈ કાલે મનીષાએ પેટ્રોલના રૂપિયા માગ્યા હતા, જેમાં સાસુએ તેની સાથે ઝઘડો કરીને કહ્યું હતું કે આખો દિવસ એક્ટિવા લઈને રખડે છે, તને રૂપિયા નહીં મળે. પતિ તેમજ સાસુએ ઝઘડો કરતાં મનીષાએ કીડા મારવાની દવા પી લીધી હતી. આનંદનગર પોલીસે મનીષાની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.
પ્રતિકાત્મક તસવીર
વસ્ત્રાલ વિસ્તારની ઘટના
જ્યારે વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી પિન્કીએ પતિ રાજીવસિંહ અને દિયર વિરુદ્ધ ફરિયાદ કરી છે. પિન્કીનાં લગ્ન વર્ષ 2008માં થયાં હતાં અને તે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના થોડા સમય બાદ પિન્કીને સાસિરયાંનો ત્રાસ શરૂ થયો હતો, જેથી તે રાજીવસિંહને લઈને અલગ રહેવા માટે જતી રહી હતી. પિન્કીની દીકરી બીમાર હોવાના કારણે તેને થોડા સમય પહેલાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની કિડની ખરાબ થઈ હતી. દીકરીની સારવાર માટે પિન્કી રાજીવસિંહ પાસે રૂપિયા માગતી હતી, જોકે તે આપવાનો ઇનકાર કરી દેતો હતો અને પિન્કીને માર મારતો હતો. રાજીવસિંહ પિન્કી અને તેનાં બે બાળકોને છોડીને જતો રહ્યો હતો. ત્યાર બાદ પિન્કી એકલી રહેતી હતી. પિન્કીનો દિયર તેના પુત્રને લેવા માટે આવ્યો હતો, જેમાં મામલો બીચક્યો હતો. ગયા મહિને રાજીવસિંહ પુત્રને મળવા માટે સ્કૂલમાં ગયો હતો, જ્યાં તેની સાથે બબાલ થતાં પોલીસને બોલાવવી પડી હતી. પતિ અને દિયરના ત્રાસથી કંટાળીને પિન્કીએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
પ્રતિકાત્મક તસવીર
મેઘાણીનગરની ઘટના
આ ઉપરાંત મેઘાણીનગર વિસ્તારમાં રહેતી નીતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસિરયાં વિરુદ્ધ ફરિયાદ કરી છે. નીતાનાં લગ્ન વર્ષ 2014માં અિનલ સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી નીતાને સારી રીતે રાખ્યા બાદ તેના પર સાસિરયાંએ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. નીતા હાલ તેના પિયરમાં રીસાઈને બેઠી છે, જ્યારે સાસિરયાં તેની પાસેથી એક લાખ રૂપિયા દહેજ પેટે માગી રહ્યાં છે. સાસિરયાંના ત્રાસથી નીતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
(પીડિતાઓનાં નામ બદલ્યાં છે)