બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Complaint in Surat Court on Rahul Gandhi's controversial statement

બદનક્ષી / રાહુલ ગાંધીના આ વિવાદાસ્પદ નિવેદન પર સુરત કોર્ટમાં ફરિયાદ

vtvAdmin

Last Updated: 12:01 AM, 17 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સમાજને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. જેને લઈને સુરત શહેર ભાજપના પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ સુરત કોર્ટમાં નોંધાવી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 'બધા મોદી ચોર છે'એ બાબતે નિવેદન આપ્યું હતું. જેના કારણે આજે સુરત શહેર ભાજપના પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ સુરત કોર્ટમાં નોંધાવી છે.

શું હતું રાહુલ ગાંધીનું નિવેદન?

તારીખ 13 એપ્રિલે બેંગ્લોરથી 100 કિમિ દૂર યોજાયેલી જાહેરસભામાં નરેન્દ્ર મોદીને ચોરનું ઉપનામ આપીને આર્થિક ગુનેગારો નિરવ મોદી, લલિત મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા સાથે સરખામણી કરીને ઉપસ્થિત જનમેદનીને જાહેરમાં પૂછ્યું હતું કે બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે?

આ નિવેદનથી મોદી સમાજની બદનામી થઈ હોવાનો આક્ષેપ સુરતના મોદી સમાજે કર્યો છે. જેમાં સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદીની અરજી સ્વીકારી છે. આગામી તારીખ 22 એપ્રિલના રોજ તેની સુનાવણી હાથ ધરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

PM modi rahul gandhi surat Defamation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ