બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Complaint reached to Team India, ICC about food served after practice session

T20 World Cup 2022 / પ્રેક્ટિસ સેશન બાદ પીરસાયું એવું ભોજન કે ભડકી ટીમ ઈન્ડિયા, ICC સુધી પહોંચી ફરિયાદ

Priyakant

Last Updated: 09:39 AM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમને સિડનીમાં પ્રેક્ટિસ પછી યોગ્ય લંચની જગ્યાએ ઠંડા સેન્ડવિચ અને ફળો આપવામાં આવતા ભડકી ટીમ ઈન્ડિયા, ICCને કરી ફરિયાદ

  • ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2022માં આગામી મેચ રમવા માટે સિડની પહોંચી
  • ટીમ ઈન્ડિયાને પ્રેક્ટિસ સેશનમાં ઠંડા સેન્ડવિચ અને ફળો પીરસવામાં આવ્યા
  • નિરાશ ટીમ ઈન્ડિયાએ આ અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને  ફરિયાદ કરી

ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2022માં તેની આગામી મેચ રમવા માટે સિડની પહોંચી ગઈ છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે સિડની પહોંચતા જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. જોકે ભારતની ટીમને અહીં જમવાની બાબતે નિરાશ થવું પડ્યું હતું. વાત જાણે એમ છે કે, ટીમ ઈન્ડિયાને પ્રેક્ટિસ સેશનમાં ઠંડા સેન્ડવિચ અને ફળો પીરસવામાં આવ્યા હતા. તેનાથી નારાજ ખેલાડીઓએ ICCને ફરિયાદ પણ કરી છે.

ભારતીય ટીમ ઐતિહાસિક સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહી હતી. વિરાટ કોહલી, રોહિત શર્મા, ઋષભ પંત, કેએલ રાહુલ, દીપક હુડ્ડા, યુઝવેન્દ્ર ચહલ અને દિનેશ કાર્તિકે ઘણી પ્રેક્ટિસ કરી હતી. જ્યારે ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલે આરામ કર્યો હતો. રોહિત શર્માએ અલગ-અલગ ભાગમાં બેટિંગ કરી હતી.

મહત્વનું છે કે, સિડનીમાં હવામાન એકદમ ઠંડુ છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ પડી રહ્યો છે. પ્રેક્ટિસ પછી જ્યારે લંચ આપવામાં આવ્યું ત્યારે તેમાં ઠંડા સેન્ડવિચ અને ફળો હતા જ્યારે ટીમ ઈન્ડિયાને યોગ્ય લંચની જરૂર હતી. રિપોર્ટ્સ અનુસાર નિરાશ ટીમ ઈન્ડિયાએ આ અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને પણ ફરિયાદ કરી છે. બીજી તરફ તેણે બીજા દિવસે એટલે કે આજે બ્લેકટાઉનમાં પ્રેક્ટિસ કરવાની હતી. આ સ્ટેડિયમ ટીમ ઈન્ડિયાની હોટલથી લગભગ 42 કિલોમીટર દૂર છે. જોકે અહીં ટીમ પ્રેક્ટિસમાં નહોતી ગઈ, જે વૈકલ્પિક હતી.

નોંધનીય છે કે, આ પહેલા ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. મેચમાં વિરાટ કોહલીએ તોફાની ફિફ્ટી ફટકારીને બાબર સેનાના જડબામાંથી જીત છીનવી લીધી હતી. હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ બંનેથી તબાહી મચાવી હતી. ટીમની આગામી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર નેધરલેન્ડ સામે થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

ICC T20 World Cup 2022 icc ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ સેશન સિડની ICC T20 World Cup 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ