બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Complaint in the High Court in the matter of compensation after the hurricane
Shyam
Last Updated: 04:13 PM, 8 July 2021
ADVERTISEMENT
તૌકતે વાવાઝોડાના વળતરનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. રાજ્ય સરકારે યોગ્ય વળતરથી વંચિત રાખ્યાની અરજી કરવામાં આવી છે. અરજદારે રાજ્ય સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. અનુસૂચિત જાતિ-પછાત વર્ગને વળતર ન મળ્યાની રજૂઆત કરવામાં આવી છે. સર્વેમાં કેટલાક ખોટા લોકો લાભ લઇ ગયાની ફરિયાદ કરાઇ છે. આ અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં બાંહેધરી આપી છે. આ મુદ્દે જરૂરી તપાસ કરી યોગ્ય પગલા લેવાશે. કોર્ટે રાજ્ય સરકારને તપાસ માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે. 3 અઠવાડિયામાં તપાસ કરી કોર્ટમાં સોગંદનામું કરવા હુકમ કર્યો છે. આગામી મહિને સુનાવણી હાથ ધરાશે.
ADVERTISEMENT
મહત્વનું છે કે જે તે વખતે મુખ્યમંત્રીએ તૌકતે વાવાઝોડામાં નુકસાન માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. જેમાં ફળ એટલે બાગાયતના વૃક્ષો નાશ પામ્યા હોઈ. તેમને હેકટર દીઠ 1 લાખ રૂપિયાની સહાય કરવાની વાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં પ્રથમ વખત લાખ રૂપિયા પ્રતિ-હેક્ટર અપાશે. જે બાગાયતી ખેતીમાં ઝાડ ઉભા છે પરંતુ ફળો ખરી જવાથી નુકસાન થયું હોઈ તેમને 30 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અપાશે. આમાં પણ 2 હેક્ટર સુધી સહાય મળશે. આ સાથે સહાય માટે 33 ટકાથી વધુના નુકસાનની પણ વાત સહાયમાં છે.
નુકસાનગ્રસ્ત ઘરો માટે પણ જાહેર કરાઈ હતી સહાય
વાવાઝોડામાં નુકાસાન પામેલા આવાસો મુદ્દે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ નાશ પામેલા મકાનને રૂપિયા 95 હજાર 100ની સહાયની જાહેરાત કરાઈ હતી. તેમજ દીવાલ ધરાશાયી થઈ હોય તેવા મકાન માટે રૂપિયા 25 હજારની સહાયની જાહેરાત કરાઈ હતી. જો ઝુંપડા નાશ પામ્યા હોય તેવા સંજોગોમાં રૂરિયા 10 હજારની સહાય આપવામાં આવશે. આ પ્રકારની જાહેરાત મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં કરાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.