સુરત શહેરમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી કપલબોક્સમાં લઈ જઈ 27 વર્ષીય યુવકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પરિણીતા પર કપલબોક્સમાં દુષ્કર્મ
પ્રતિબંધ છતાં સુરતમાં ધમધમી રહ્યા છે કપલબોક્સ
શખ્સે પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
સુરતના સિંગણપોરમાંથી દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં એક શખ્સે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી કપલબોક્સમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા પરિણીતાએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પરિણીતા પર કપલબોક્સમાં દુષ્કર્મ
શહેરના ધમધમી રહેલા કપલ બોક્સનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર, સિંગણપોર ખાતે રહેતી પરિણીતાને કપલબોક્સમાં બોલાવી યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. જેથી પરિણીતાએ સિંગણપોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
અંગત પળોના ફોટો પાડી બ્લેકમેલિંગ શરું કર્યું
ફરિયાદ મુજબ, પરિણીતા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવિણ નાવડીયા નામના યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે પ્રેમજાળમાં ફસાવી કપલબોક્સમાં લઈને દુષ્કર્મ આચર્યું હતું અને અંગત પળોના ફોટો પાડી લીધા હતા. જે બાદ યુવકે અવારવાર બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું.
કંટાળેલી પરિણીતાએ યુવક સામે નોંધાવી ફરિયાદ
આ 27 વર્ષીય યુવક છેલ્લા 2 વર્ષથી પરિણીતાને બ્લેકમેલિંગ કરતો હતો. આ યુવક પરિણીતાને અનારનવાર શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો. જેથી કંટાળેલી પરિણીતાએ સિંગણપોર પોલીસ મથકમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પ્રવિણ નાવડીયા સામે દુષ્કર્મ અને છેડતીનો ગુનો દાખલ કર્યો છે. હાલ સિંગણપોર પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ
આ પહેલા પણ સુરતના કપલબોક્સમાં એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરાની ફરિયાદના આધારે પોલીસે આરોપી નીતીશ સહાનીની ધરપકડ કરી હતી. શહેરના લિંબાયતમાં રહેતી સગીરાને આંજણા ફાર્મના કારખાનામાં સાથે કામ કરતા યુવકે કોફી પીવાના બહાને લિંબાયત-મીઠીખાડીના કાફેના કપલબોક્સમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસે કરી હતી આરોપીની ધરપકડ
બાદમાં અર્ધબેહોશ હાલતમાં યુવક તેણીને રિક્ષામાં લઇ કારખાને પહોંચ્યો હતો. માતાને સગીરાની તબિયત અસ્વસ્થ અને કપડાં પરથી શંકા ઉપજી હતી. જેથી સગીરા તમામ હકીકત માતાને જણાવતા મામલો સલાબતપુરા પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આકોરી નિખિલ ઉર્ફે નીતીશ સહાનીની ધરપકડ કરી હતી.