બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Complaint filed against three more persons
Vishal Khamar
Last Updated: 08:03 PM, 2 April 2023
ADVERTISEMENT
વડોદરામાં રામનવમીનાં દિવસે થયેલા તોફાનનો મામલે પોલીસે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં પોલીસે મોઈન ઝાકીર હુસેન શેખ, સાહિલ દૂધવાલા, ઝાહિર શેખ, મોહમ્મદ શોએબ અને હરેશ શરાણિયાની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે તમામ પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.
ADVERTISEMENT
SRP જવાન પર હુમલો કરી રાઇફલ લૂંટાવની કરી હતી કોશિશ
રામનવમીની ઘટના સંદર્ભે 3 ઈસમો વિરૂદ્ધ પોલીસે મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ત્રણેય શખ્શો વિરૂદ્ધ વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પથ્થરમારો કરનારા ટોળામાં સામેલ ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ત્રણેય વ્યક્તિઓએ SRP જવાન પર હુમલો કરી રાઈફલ ઝુંટાવવાનો પ્રયત્ન કર્યો હતા. ત્યારે વીડિયો ફુટેજના આધારે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
શહેરના 3 પોલીસ સ્ટેશનના PI ની કરાઈ બદલી
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે પોલીસ કમિશ્નર દ્વારા શહેરના 3 પોલીસ સ્ટેશનના પીઆઈની બદલીનો આદેશ કર્યો છે. જેમાં સીટી પોલીસ મથકના પીઆઈ એસ.એમ.સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરાઈ છે. જ્યારે ગોરવાના પીઆઈ એચ.એમ. ધાંધલની સીટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તેમજ ટ્રાફિક પીઆઈ જે.એમ.મકવાણાને ગોરવા પોલીસ સ્ટેશનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ત્યારે રામનવમીનાં દિવસે સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પથ્થરમારો થયો હતો.
પથ્થરમારા અને બબાલની ઘટનામાં SITની રચના
વડોદરામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા અને બબાલ મામલે SIT ની રચના કરવામાં આવી છે. જેમાં વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહ દ્વારા DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરવામાં આવી છે. આ SIT ની ટીમમાં ACP ક્રાઇમ,ACP G ડિવિઝન અને ક્રાઇમ બ્રાંચના PIનો સમાવેશ તેમજ વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ કરાયો.
શહેરમાં થયેલા તોફાન મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે
વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે 18 આરોપીઓ દ્વારા આજે કોર્ટમાં જામીન અરજી મુકી હતી. ત્યારે કોર્ટે 18 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે. જામીન અરજી નામંજૂર થતા ફરી એક વખત તમામ લોકોને જેલ ભેગા કરાયા છે. ત્યારે શહેરમાં થયેલા તોફાન મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.