Complaint against Futko in gang war case in Lajpore jail
સુરત /
લાજપોર જેલમાં ગેંગવૉર: સ્ટીલની પ્લેટથી લાલુને પતાવી દેવા 12 જણાનો હુમલો; ફૂટકો સામે ફરિયાદ
Team VTV03:21 PM, 14 May 22
| Updated: 03:22 PM, 14 May 22
સુરતની લાજપોરમાં સેન્ટ્રલ જેલમાં ગેંગ વોરના મામલે કરાયેલા હુમલામાં સચિન પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કમલો હેઠળ ફરિયાદ નોંધી છે.
સુરતની સેન્ટ્રલ જેલમાં કેદી પર હુમલો
ત્રણ કેદીએ અન્ય કેદી પર કર્યો હુમલો
જીણલેણ હુમલો કરનાર વિરૂદ્ધ FIR
સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ગેંગ વોરનો મામલો
સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ગત રોજ ગેંગવોરના મામલો સામે આવ્યો હતો. જેમાં કાચા કામના કેદી લાલુ પરમાર પર સ્ટીલની પ્લેટ વડે હુમલો કર્યો હતો. જે સંદર્ભે સચિન પોલીસે નરેન્દ્ર, સાગર ઉર્ફે ફૂટકો સહિત 12 લોકો સામે હત્યાના પ્રયાસ સહિતની કમલો હેઠળ ફરિયાદ નોંધી છે.
જીણલેણ હુમલો કરનાર વિરૂદ્ધ FIR
સુરતના લાજપોર સેન્ટ્રલ જેલમાં કાચા કામના કૈલિયા અને રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ વચ્ચે ગેંગવોર સર્જાવવાની ઘટના સામે આવી છે. જેમાં એક કેદી ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કેટલાક કેદીઓએ બેરક નંબર A9/4ની બહાર જ કેદી નિર્મલ પરમાર હુમલો કરી દેતા મોઢા, હાથ ઉપર ઈજાઓ પહોંચાડી હતી.
ગત રોજ કૈલિયા ગેંગ,રાહુલ ગેંગ,એપાર્ટમેન્ટ ગેંગે કર્યો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે, સુરતના લાજપોર સેન્ટ્રલ જેલમાં ગત રોજ સવારે આઠ વાગ્યે બની હતી. 10-12 કેદીઓએ બેરક નંબર A9/4ની બહાર જ કેદી નિર્મલ પરમાર હુમલો કરી દેતા મોઢા, હાથ ઉપર ઈજાઓ પહોંચાડી હતી. મહત્વનું છે કે, નિર્મલ 5-6 દિવસથી જ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો.
જેલની અંદર રહેલી સ્ટીલની પ્લેટ માંથી બનાવ્યું હતું હથીયાર
ઉલ્લેખનીય છે કે, ઇજાગ્રસ્ત કેદી નિર્મલ પરમાર પર હુમલો થયો તે રાયોટિંગના ગુનામાં છેલ્લા ત્રણ-ચાર મહિનાઓથી સુરતની સેન્ટ્રલ લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ હતો. આ ઘટનામાં તેને આંખની બાજુમાં, ડાબા હાથના પાછળના ભાગે અને અન્ય નાની ઈજાઓ હતી. આરોપીને થાળીથી મારવામાં આવ્યું છે.