બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનમાં મુસાફરી દરમિયાન કુદરતી મૃત્યુ થાય તો વળતર મળે? જાણો રેલવેના નિયમો
Last Updated: 01:51 PM, 13 January 2025
ભારતમાં મોટી વસ્તી ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતીય રેલ્વે દેશના સીમાંત વિસ્તારોને મોટા મહાનગરો સાથે જોડવાનું કામ કરે છે. આ કારણોસર, દેશના રેલ નેટવર્કની ગણતરી વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં થાય છે. મુસાફરી દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ઘણા નિયમો બનાવ્યા છે.
ADVERTISEMENT
કોઈને પણ લાંબા અંતરની મુસાફરી કરવી હોય તો તેમની પણ પ્રથમ પસંદગી ટ્રેન છ. ટ્રેનની મુસાફરીને ખૂબ જ સુરક્ષિત મુસાફરી માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત ટ્રેનોમાં અકસ્માતની ઘટનાઓ પણ જોવા મળી છે. જેના કારણે થોડો ભય પણ લાગતો હોય છે. પણ તમને જણાવી દઈએ કે ટ્રેનમાં અકસ્માત થાય અને તેમાં કોઈનું મૃત્યુ થાય છે તો ભારતીય રેલવે તેમને વળતર આપે છે. તેમાં પણ અમુક નિયમ અનુસાર જ મળે છે. જેમ કે મૃત્યુ પામનાર વ્યક્તિનું મોત કુદરતી રીતે થવું જોઇએ. તો આ અંગે ભારતીય રેલ્વેના નિયમો શું છે? જાણો
ADVERTISEMENT
ભારતીય રેલ્વે તરફથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. રેલ્વેના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિનું ટ્રેનમાં મૃત્યુ થાય છે. અને તેના માટે ભારતીય રેલ્વે જવાબદાર છે. તો આવી સ્થિતિમાં રેલવે વળતર આપવામાં આવે છે. તેથી, જો કોઈ મુસાફર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય અને કોઈપણ કારણ વગર, તે મુસાફર મુસાફરી દરમિયાન તેની સીટ પર બેસીને મૃત્યુ પામે છે. અથવા તે કોઈ રોગથી પીડાય છે અને જેના કારણે તે મૃત્યુ પામે છે. તો તેમને કોઈ વળતર આપવામાં આવતું નથી.
આ પણ વાંચો : ઠંડીમાં તમે નકલી બદામ તો નથી ખાઇ રહ્યાં ને? આ રીતે કરો અસલી-નકલીની ઓળખ
આ સિવાય જો મુસાફરનું મૃત્યુ તેની પોતાની ભૂલથી થાય છે. જેમ કે ઘણીવાર જોવા મળે છે કે ટ્રેન પકડવા દોડતી વખતે મુસાફરો પોતાનો જીવ ગુમાવે તો પણ વળતર મળતું નથી. આથી આ તમામ નિયમને ધ્યાનમાં રાખીને વળતર આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.