બ્રેકિંગ ન્યુઝ
VTV / Companies will now take back phone-remote and watch battery-cells
Priyakant
Last Updated: 03:40 PM, 25 August 2022
ADVERTISEMENT
શું તમે પણ ફોન, રિમોટ, ઘડિયાળ અથવા કારની બેટરી (સેલ)નો ઉપયોગ કર્યા પછી તેને ફેંકી દો. પણ હવે આવું નહીં થાય. હા, હવે જે કંપની તેને તૈયાર કરશે તે જ તેને તમારી પાસેથી ખરીદશે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. સરકારે બેટરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપ્યો છે. હવે જો બેટરી ક્ષતિગ્રસ્ત થાય છે, તો તેને સુરક્ષિત રાખવું તમારા માટે વધુ સારું રહેશે.
કંપનીઓને પણ સરકાર તરફથી તેનું પાલન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સરકારે આપેલા આદેશમાં બેટરી નિર્માતાઓને ગ્રાહકો પાસેથી ખામીયુક્ત બેટરીઓ એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પણ આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ADVERTISEMENT
શું કહ્યું સરકારે ?
સરકારે કંપનીઓને સૂચન કર્યું છે કે, કંપનીઓ ખામીયુક્ત બેટરી પાછી મેળવવા માટે બેટરી બાયબેક અથવા ડિપોઝિટ રિફંડ જેવી યોજનાઓ શરૂ કરી શકે છે. આ પગલાથી સરકાર સર્ક્યુલર ઈકોનોમીને વધારવા માંગે છે. આમ કરવાથી ખરાબ વસ્તુઓને ઓછી કરવામાં મદદ મળશે.
સરકારને આશા છે કે, આ પગલાથી ખનીજ અને ખાણકામ પર કંપનીઓની નિર્ભરતા ઓછી થશે. આ સાથે બેટરીની કિંમત (પોર્ટેબલ અથવા ઇવી) પણ ઓછી હશે. રિસાયક્લિંગ માટે કાચા માલનો ઉપયોગ કરવાની સમયમર્યાદા નિશ્ચિત છે. આના પર નજર રાખવા માટે સરકાર એક કમિટી બનાવશે, જે આદેશનું પાલન ન કરવા બદલ દંડ લગાવી શકે છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ વળતરની ચુકવણી ઉત્પાદકની વિસ્તૃત ઉત્પાદક જવાબદારી સમાપ્ત કરશે નહીં. 3 વર્ષની અંદર લાદવામાં આવેલ પર્યાવરણીય વળતર ઉત્પાદકને પરત કરવામાં આવશે. આમાં કેટલીક શરતો મૂકવામાં આવી છે. આ શરતો હેઠળ, 75 ટકા વળતર એક વર્ષમાં પરત કરવામાં આવશે, 60 ટકા વળતર બે વર્ષમાં પરત કરવામાં આવશે. તે જ સમયે, 40 ટકા વળતર ત્રણ વર્ષમાં પરત કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.