કડી રોડ પરની કેમીકલ સહિતની કંપનીઓ ઝેર ઓક્તા કડી તાલુકાના નાની કડી વિસ્તારની સોસાયટીમાં રહેતા લોકોની સ્થિતિ વિકટ. 40 જેટલા લોકોને વધતી-ઓછી અસર પગલા લો
નાની કડીમાં ગેસ ગળતરથી લોકો ત્રાહિમામ
ગેસ ગળતરથી શ્વાસ, ગળામાં બળતરાની સમસ્યા
40 જેટલા નાગરિકોને અસર -તંત્ર સફાળું દોડતું થયું
કડી રોડ પરની કેમીકલ સહિતની કંપનીઓ ઝેર ઓક્તા કડી તાલુકાના નાની કડી વિસ્તારની સોસાયટીમાં રહેતા લોકોની સ્થિતિ વિકટ બની છે. કડીના નાનીકડી વિસ્તારમાં આવેલ મહાદેવ રેસિડન્સી અને સંતરામ સીટી તથા આસપાસની સોસાયટીમાં રહેતા લોકોને શ્વાસ ઉપરાંત આંખ અને ગળામા બળતરા થવાની સમસ્યાઓથી પરેશાન થયા છે.તો સ્થાનિક તંત્ર ઢાંક પીછોડો કરી રહ્યું છે.
કડીના નાનીકડી વિસ્તારમાં દરગાહની પાછળ આવેલા મહાદેવ રેસિડન્સી અને સંતરામ સીટીમાં રહેતા નાગરીકો મોડી સાંજે અચાનક જ ગૂંગળાવા લાગ્યા હતા. રાત્રીના 9.30 વાગ્યાના અરસામાં તેઓને ગેસ ગળતર અનુભવવા લાગ્યું. ઝેરી ગેસની દૂર્ગધથી કડીના નાનીકડી વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓના લોકો પરેશાન થઈ ગયા અને પરિણામે શ્વાછોશ્વાસમાં તકલીફ ઉભી થવા લાગી હતી. શ્વાસ સાથે આંખમા બળતરા અને ગળામા દુખાવો થતા તેમની સ્થિતિ વિકટ બની. ગેસ ગળતર અનુભવાતા નાનીકડી વિસ્તારની સોસાયટીઓનાં રહીશોએ નાનીકડીના તલાટીને ઘટનાની જાણ કરી હતી
સમગ્ર ઘટનાની જાણ થયા બાદ તલાટીએ, સ્થાનિક ટીડીઓ, આરોગ્ય વિભાગને ઘટનાથી વાકેફ કરતા કરણનગર પી.એચ.સીના મેડીકલ સહિતનો સ્ટાફ નાનીકડી ની મહાદેવ રેસિડન્સીમાં રાત્રે દોડી આવ્યો હતો. આસપાસના રહીશો મળીને લગભગ 40 થી વધુ લોકોને ઝેરી વાયુની અસર થઈ હતી.તલાટી એ તાત્કાલિક ઘટનાની જાણ કરીને આરોગ્ય વિભાગની ટીમને સોસાયટીમાં મોકલી આપી હતી.
કડી તાલુકાના કરણનગર પી.એસ.સીના મેડીકલ ઓફીસરે રાત્રે જ તાલુકા હેલ્થ ઓફિસર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ -મહેસાણાને જાણ કરી હતી. ઝેરી ગેસ ગળતર કરનાર કંપનીઓ અને અન્ય જવાબદારો સામે પગલા ભરવા સ્થાનિકોએ માગણી કરી છે.