બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Commonwealth Games: Ronaldo and David Beckham will play together to get India a medal, know everything about them

ના હોય! / કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મેડલ અપાવવા માટે ઉતરશે બેકહામ અને રોનાલ્ડો, અગાઉ પણ રહી ચૂક્યા છે ઇતિહાસ

Last Updated: 12:34 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે 215 એથલિટ્સ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી ભાગ લેશે જેમાં 108 પુરુષ અને 107 મહિલા છે.

  • સાઇકલિંગમાં ભારત તરફથી રોનાલ્ડો સિંહ અને ડેવિડ બેકહમ પણ હિસ્સો લેશે
  • ડેવિડ બેકહમે અંડર-17 સપ્રિન્ટ સાઈકલિંગને 10.891 સેકન્ડના સમયમાં પૂર્ણ કરીને
  • રોનાલ્ડો સિંહે ટ્રાયલ સાઈકલિંગ રાઉન્ડને 10.065 સેકન્ડમાં પૂર્ણ કરી

ભારતના ઘણા એથ્લિટસ 2022 રાષ્ટ્રમંડળ ખેલમાં હિસ્સો લેવા માટે બર્મિઘમ રવાના થઈ ગયા છે. આ વર્ષે 215 એથલિટસ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી ભાગ લેશે જેમાં 108 પુરુષ અને 107 મહિલા છે. સાથે જ ભારતનો 107 સ્ટાફ પણ બર્મિઘમ જશે. રાષ્ટ્રમંડળ ખેલની શરૂઆત 28 જુલાઈથી થઈ રહી છે. 

સાથે જ આ ખેલમાં સાઇકલિંગમાં ભારત તરફથી રોનાલ્ડો સિંહ અને ડેવિડ બેકહમ પણ હિસ્સો લેશે. આ એક એવું ઇવેંટ છે જય ભારતીય ટીમનું પ્રદશન ખાસ નથી રહ્યું. વર્ષ 2018માં આયોજાયેલ રાષ્ટ્રમંડળ ખેલમાં ભારત તરફથી નવ સાઈકીલીસ્ટ એ ભાગ લીધો હતો પણ કોઈ પણ એક મેડલ મળ્યું નહયું. એવામાં આ વર્ષે સાઈકલિંગ ટીમ પાસે ભારતને ઘણી ઉમ્મીદ છે. 

ડેવિડ બેકહમ 
19 વર્ષના ડેવિડ એ વર્ષ 2020માં થયેલ ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સમાં અંડર-17 સપ્રિન્ટ સાઈકલિંગને 10.891 સેકન્ડના સમયમાં પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. એ સમયે પીએમ મોદીએ પણ એમની ખૂબ પ્રસંશા કરી હતી. બેકહમ નિકોબાર શહેરનો રહેવાસી છે. બેકહમના મામા ફૂટબોલર બેકહમના ઘણા મોટા ફેન છે એ પરથી જ તેના મામા એ આ નામ પાડ્યું હતું. 

આ સાથે જ મણિપુરના રહેવાસી સાઈકલીસ્ટ રોનાલ્ડો પણ ડેવિડથી પાછળ નથી. રોનાલ્ડોના પિતા સીઆરપીએફમાં જવાન હતા. અને એ પણ ફૂટબોલ અને રોનાલ્ડોના ઘણા મોટા ચાહક હતા અને તેને કારને જ તેને તેના દીકરાનું નામ રોનાલ્ડો રાખ્યું હતું. 

રોનાલ્ડો સિંહ 
રોનાલ્ડોના પિતા ઇચ્છતા હતા કે તેનો દીકરો પણ ફૂટબોલ રમે અને નામ મેળવે પણ રોનાલ્ડોએ તેના દિલની અવાજ સાંભળી અને તેઓ સાઈકલીસ્ટ બની ગયા. જો કે તેના પિતાએ આ વાતમાં તેને ઘણો સપોર્ટ કર્યો હતો અને રોનાલ્ડો પણ એમની ઉમ્મીદ પર ખરો ઉતર્યો છે. 

રોનાલ્ડોની ઊંચાઈ 6.1 ફૂટ છે અને તેને તેની ઊંચાઈનો ઘણો ફાયદો મળે છે. વર્ષ 2019માં 17 વર્ષની ઉંમરે એમને જર્મનીમાં આયોજિત જુનિયર વિશ્વ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. એમને 200 મીટર ટાઈમ ટ્રાયલ સાઈકલિંગ રાઉન્ડને 10.065 સેકન્ડમાં પૂર્ણ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, સાથે જ તેઓ એક ચેમ્પિયનશીપમાં કુલ ત્રણ મેડલ મેળવવાવાળા પહેલા ભારતીય બન્યા હતા. 

રોનાલ્ડોના પિતાનું વર્ષ 2017 માં અવસાન થઈ ગયું હતું. ટે તેના પિતાને તેમનો આદર્શ માનતા હતા. રોનાલ્ડો એ કહ્યું હતું કે તે કઈં પણ જીવનમાં શીખ્યા છે તો તેના પિતા પાસેથી જ શીખ્યા છે. તેમના પિતાએ હંમેશા એમનો ઘણો સાથ આપ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

commonwealth games 2022 cyclist ડેવિડ બેકહમ  રોનાલ્ડો સિંહ  સાઈકલીસ્ટ commonwealth games
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ