બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:36 AM, 14 April 2022
ADVERTISEMENT
ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં મોટો ફટકો
કોમનવેલ્થ ગેમ્સ અને આ પ્રકારની વૈશ્વિક પ્રતિયોગિતામાં ભારતનાં ખેલાડીઓ જે રમતમાં સારું પ્રદર્શન કરે છે, તેમાંથી ત્રણ મુખ્ય રમતોને 2026નાં કોમનવેલ્થ ગેમ્સમાં હટાવવામાં આવી છે. ભારતને મોટો ફટકો પાડતા કોમનવેલ્થ ગેમ્સ 2026 ની યજમાન વિક્ટોરિયાએ તેના પ્રારંભિક સ્પોર્ટ્સ પ્રોગ્રામની સૂચિમાંથી કુસ્તી, શૂટિંગ અને તીરંદાજીને દૂર કરી દીધી છે. T20 ક્રિકેટ સહિત ઘણી રમતો ઉમેરવામાં આવી છે. જો કે, આયોજકોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આ વર્ષના અંતમાં કેટલીક વધુ થીમ્સ ઉમેરશે.
ADVERTISEMENT
ત્રણ રમતો કોમનવેલ્થ ગેમ્સમાંથી હટાવી દેવાઈ
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF) એ 2026નાં યજમાન તરીકે ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયાને સમર્થન આપ્યું હતું. મેલબોર્ન, ગીલોંગ, બેન્ડિગો, બલ્લારત અને ગિપ્સલેન્ડ સહિતના અનેક શહેરોમાં આયોજિત થનારી આ પ્રથમ આવૃત્તિ હશે. આયોજક સમિતિ દ્વારા પ્રાથમિક યાદીમાં સમાવિષ્ટ વિષયોમાં એક્વેટિક્સ, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, બીચ વોલીબોલ, ટી20 ક્રિકેટ, સાયકલિંગ, જિમ્નેસ્ટિક્સ, હોકી, લૉન બાઉલ, નેટબોલ, રગ્બી સેવન્સ, ટેબલ ટેનિસ, ટ્રાયથલોન અને લિફ્ટિંગનો સમાવેશ થાય છે.
ઘણા વિશ્વચેમ્પિયનશિપ વિજેતા ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ દાવો કર્યો છે કે ભારતીયો પર નિશાનો સાધવામાં આવી રહ્યો છે. પુનિયા જણાવે છે કે હું જાણવા માંગુ છું કે આ નિર્ણય ક્યા આધાર પર લેવામાં આવ્યો છે, કેમકે કુસ્તી સૌથી જૂની રમતોમાંની એક છે અને લગભગ બધા દેશ આપણી આ રમત રમે છે. મને એવું લાગે છે કે ભારતીયો પર નિશાનો સાધવામાં આવી રહ્યો છે. પહેલા તેમણે શૂટિંગ હટાવ્યું અને હવે કુસ્તી. આ નિર્ણય ન માત્ર બીજા દેશોનાં એથલીટો વિરુદ્ધ છે, આ સ્પષ્ટ રૂપથી ભારત વિરુદ્ધ છે, કેમકે આપણે આ ત્રણેય રમતોમાં સારું પપ્રદર્શન કરી રહ્યા હતા.
શું આ ભારત વિરુદ્ધ કાવતરું છે?
શોટગન શૂટર અને ખેલ રત્ન પુરસ્કાર વિજેતા રંજન સોઢીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે બે રમતોમાં ભારતનો દબદબો રહ્યો છે તે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર કરવામાં આવી રહી છે. યુરોપીયન રાષ્ટ્રો હજુ પણ મોટાભાગના દેશોને તેમનાથી હલકી ગુણવત્તાવાળા માને છે. તેઓ સમજી શકતા નથી કે આપણા જેવો દેશ વધુ સારો હોઈ શકે છે અને તેથી જ તેઓ આ રમતોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તમેક્યા પ્રકારે કહી શકો કે તેઓએ 2022ની ગેમ્સમાંથી શૂટિંગ કેમ હટાવી દીધું? શું તમે ખરેખર માણો છો કે બ્રિટેન જેવા અમીર દેશ પાસે રેંજ બનાવવા માટે પર્યાપ્ત પૈસા નથી.
કુસ્તી 2006 કોમનવેલ્થ ગેમ્સનો ભાગ ન હતી. 2022 ની રમતોમાંથી શૂટિંગને પડતું મૂકવામાં આવ્યું હતું, જેના પરિણામે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) દ્વારા સંપૂર્ણ પાછી ખેંચી લેવાનું કહેવામાં આવ્યું હતું. IOA અને CGF વચ્ચે ભારતને શૂટિંગ અને તીરંદાજી ચેમ્પિયનશિપની યજમાની કરવાની મંજૂરી આપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પછી આ આયોજનો પણ રદ્દ કરવામાં આવ્યા હતા. તાજેતરની ઘટનાઓ ફરી એકવાર આ બંને સંસ્થાઓને એકબીજાની સામે ઉભી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.