બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / કોમન એડમિશન પ્રક્રિયા: રજીસ્ટ્રેશનમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી, પોર્ટલમાં ખામીની વાતનું સત્ય શું?
Last Updated: 09:11 PM, 29 May 2024
ADVERTISEMENT
કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પ્રક્રિયાને સરળ બનાવવાના હેતુથી સરકારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ બનાવ્યું. હવે દરેક વિદ્યાર્થીને પોતાની પસંદગીની યુનિવર્સિટી કે કોલેજની તક મળશે, કઈ યુનિવર્સિટીમાં કયા કોર્સ ઉપલબ્ધ છે તેની માહિતી પણ ઓનલાઈન એક જ જગ્યાએથી મળી રહેશે. આ તમામ વાતો ત્યારે થઈ હતી જ્યારે કોમન એડમિશન પોર્ટલ લોંચ થયું હતું. કાગળ ઉપરની જે વાત થઈ તેની સામે જ્યારે વાસ્તવિક સ્થિતિ આવી ત્યારે પરિસ્થિતિ ઉલટાઈ ગઈ. સરકારે નક્કી કરેલી મર્યાદા પ્રમાણે અન્ડર ગ્રેજ્યુએટમાં પ્રવેશ માટેની સમયમર્યાદા જ્યારે પૂરી થઈ રહી છે ત્યારે કોમન એડમિશન પોર્ટલનું સર્વર જ કલાકો સુધી ઠપ રહ્યું હતું. કેટલાય એવા કિસ્સા બન્યા કે વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશનની લિંક જ ન ખુલી. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે પહેલા ધારો કે સ્થાનિક વિદ્યાર્થીને નજીકની કોલેજમાં એડમિશન લેવું છે તો તે ત્યાં પહોંચી જતો અને મોટેભાગે એડમિશન મળી જ જતું હતું. હવે કોમન એડમિશન પ્રક્રિયામાં એવું બિલકુલ જરૂરી નહીં રહે કે વિદ્યાર્થીને દરેક વખતે તેની પસંદગીની યુનિવર્સિટીમાં જ પ્રવેશ મળે. તાજેતરમાં વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશના મુદ્દે વિદ્યાર્થી સંગઠનોનો હોબાળો સૌએ જોયો જ છે. સવાલ એ છે કે સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રવેશ માટે વિદ્યાર્થીઓની મુશ્કેલી શું છે. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓનો પ્રતિસાદ કેવો રહ્યો. શું આ પોર્ટલ ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો મળે તેના માટે બનાવ્યું છે?. આ આરોપમાં તથ્ય કેટલું છે કારણ કે સરકારી યુનિવર્સિટીઓના પ્રવેશનો છેલ્લો રાઉન્ડ આવતા આવતા તો જુલાઈ મહિનો આવી જશે ત્યાં સુધી ઘણાં વિદ્યાર્થી કે વાલી રાહ જોવા ન માગતા હોય અને તેઓ મોંઘીદાટ ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ લે તો શું?
ADVERTISEMENT
સરકારનું GCAS પોર્ટલ
યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સરકારે GCAS પોર્ટલ બનાવ્યું છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ મારફતે પ્રવેશ થશે તેમજ રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી માટે કોમન એડમિશન પોર્ટલ બનાવ્યું છે. કોમન એડમિશન માટેના રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી પડી રહી છે. કોમન એડમિશન પોર્ટલ કલાકો સુધી બંધ રહ્યું હતું અને UGની બેઠકો 7 લાખ જેટલી છે. હજુ રજીસ્ટ્રેશન 2.40 લાખ જેટલું જ થયું છે. 50%થી વધુ બેઠક ખાલી રહી છે. સવાલ એ છે કે કોમન એડમિશન પ્રક્રિયામાં મુશ્કેલી શું પડી રહી છે? વિદ્યાર્થીઓનો કોમન એડમિશન પ્રક્રિયાને લઈને પ્રતિસાદ કેવો છે?
કઈ યુનિવર્સિટીમાં કોમન એડમિશન પ્રક્રિયા લાગુ?
ગુજરાત યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
MS યુનિવર્સિટી
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી
સરદાર પટેલ યુનિવર્સિટી
ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
ભક્ત કવિ નરસિંહ મહેતા જૂનાગઢ યુનિવર્સિટી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી
કોમન એડમિશન પ્રક્રિયાના લાભ શું?
ઉપલબ્ધ અભ્યાસક્રમની માહિતી મેળવવામાં સરળતા થઈ છે. અભ્યાસક્રમ સંલગ્ન કોલેજ, યુનિવર્સિટીની માહિતી મળી શકશે અને એક જ વાર ફી ચુકવીને કોઈપણ કોલેજ, યુનિવર્સિટીમાં અરજી કરી શકાય. પ્રવેશને લગતા સમય અને પ્રયત્નોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યની કોઈપણ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી થઈ શકે તે માટે નિશ્ચિત સમયમર્યાદા કરાઈ છે. દરેક યુનિવર્સિટી માટે અલગથી અરજી કરવાની જરૂર નથી
પ્રવેશમાં મુશ્કેલી શું છે?
એડમિશન પોર્ટલ ઉપર યોગ્ય માહિતી મળતી નથી. UG-PGના કોર્સની વિગતો ઉપલબ્ધ નથી. ક્યા કોર્સ, કઈ યુનિવર્સિટીમાં ચાલે છે તેની યોગ્ય વિગત નથી. ક્યા કોર્સની કેટલી બેઠક છે તેની વિગત પ્રાપ્ય નથી. પ્રાઈવેટ યુનિવર્સિટીઓ તમામ વિગતો જાહેર કરે છે તેમજ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં ઘણા વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધા છે અને સરકારી યુનિવર્સિટીની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કુલ 3 રાઉન્ડમાં છે. ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ થવાની છેલ્લી તારીખ 19 જુલાઈ છે. વિદ્યાર્થી અને વાલીઓ પરિણામ પછી કદાચ આટલી રાહ ન પણ જુએ. સરકાર મુદત વધારશે તો વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે તેમજ પહેલા રાઉન્ડમાં પોર્ટલ કલાકો સુધી ખુલ્યું નહતું. વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન લિંક ઓપન જ નહતી થઈ
વાંચવા જેવું: રાજકોટ ભાજપ પરિણામને દિવસે નહીં કરે કોઈ પ્રકારની ઉજવણી, સાદગીનું જાણો કારણ
કઈ યુનિવર્સિટી માટે કેટલા વિદ્યાર્થીની ચોઈસ મળી?
ગુજરાત યુનિવર્સિટી
64352
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
63481
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
41774
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
40968
M.S. યુનિવર્સિટી
26308
સરદાર પટેલ યુનિવર્સિટી
24464
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
20479
જૂનાગઢ યુનિવર્સિટી
17770
ભાવનગર યુનિવર્સિટી
15449
કચ્છ યુનિવર્સિટી
8044
GTU
6374
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
1606
IITE ગાંધીનગર
511
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી
82
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી
56
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.