બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Commerce ministry puts Bharti Airtel in denied entry list

મુશ્કેલી / ભારતી એરટેલને ઝટકોઃ વાણિજય મંત્રાલયે સુનિલ મિત્તલના નેતૃત્વાળી કંપની પર કરી આ કાર્યવાહી

Divyesh

Last Updated: 09:52 AM, 29 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતી એરટેલ હજુ એડજસ્ટેડ ગ્રૉસ રેવેન્યુ (AGR)  બાકી રકમ આપવાની મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે કે વળી એક નવી મુસીબત સામે આવી ગઇ છે. વાણીજય મંત્રાલય દ્વારા ભારતીય એરટેલ પર કાર્યવાહી કરવામાં આવી છે. મંત્રાલયે સુનિલ મિત્તલના નેતૃત્વવાળી આ કંપનીના આયાત પર મળનાર ટેક્સ રાહતમાં બ્લેકલિસ્ટ કરાઇ છે.

  • વાણીજય મંત્રાલય દ્વારા ભારતીય એરટેલ પર કાર્યવાહી
  • આ કંપની પર મળનારા ટેક્સ છૂટ મામલાને બ્લેક લિસ્ટ કરાયો
  • નિકાસ સંબંધિત શરતોને પૂરી ન કરવાના કારણે કરાઇ આ કાર્યવાહી

કેમ કરવામાં આવી કાર્યવાહી

નિકાસ સંબંધિત શરતોને પૂરી ન કરવાના કારણે એરટેલ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. એક પ્રાપ્ત મળતી માહિતી અનુસાર વાણિજય મંત્રાલયની હેઠળ આવનારા વિદેશ વેપાર મહાનિદેશાલયએ એરટેલને 'ડિનાઇડ એન્ટ્રી લિસ્ટ' માં નાખી દીધુ છે. ભારતી એરટેલને એક્સપોર્ટ પ્રમોશ કેપિટલ ગુડઝ સ્કીમ (EPCG) હેઠળ નિકાસ જવાબદારીઓને પૂરા કર્યા નથી. 
 

જે કંપનીને ડિનાઇડ એન્ટ્રી લિસ્ટમાં નાંખી દેવામાં આવે છે તેનું આયાત લાયસન્સ પૂર્ણ થઇ જાય છે. કંપની હવે વિદેશ વેપાર મહાનિદેશાલય હેઠળ કોઇપણ પ્રકારનો આયાતનો ફાયદો અથવા લાયસન્સ પ્રાપ્ત કરી શકશે નહીં. 

નોંધપાત્ર વાત એ છે કે જિઓના આગમન પછી, મજબૂત સ્પર્ધા અને એજીઆર પર સરકારને હજારો કરોડ રૂપિયા આપવાની જવાબદારીને કારણે એરટેલની હાલત પહેલાથી જ ખરાબ છે.

વાણિજ્ય મંત્રાલયના આ પગલા પર એરટેલે કહ્યું કે તેણે અગાઉના તમામ લાઇસન્સ બંધ કરવા માટે જાતે જ અરજી કરી છે અને એપ્રિલ 2018 પછી આવું કોઈ નવું લાઇસન્સ લેવામાં આવ્યું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Bharati Airtel Commerce Ministry Denied ભારતી એરટેલ વાણિજય મંત્રાલય સુનિલ મિત્તલ Bharti Airtel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ