બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:23 PM, 23 March 2025
શું ઓફિસમાં રોમેન્ટિક અને સેક્સી ગીતો ગાવાને યૌન ઉત્પીડન ગણી શકાય? બોમ્બે હાઈકોર્ટે ઓફિસમાં ગીતો ગાવાને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે ઓફિસમાં રેશમી જુલ્ફો ગીત ગાવું યૌન ઉત્પીડન નથી. હાઈકોર્ટના ચુકાદા પરથી સ્પસ્ટ થાય છે કે ઓફિસમાં અમુક પ્રકારના રોમેન્ટિક ગીતો ગાવા અશ્લિલની કેટેગરીમાં આવતાં નથી અને તેને યૌન ઉત્પીડન ન ગણી શકાય.
ADVERTISEMENT
શું હતો મામલો
આ કેસમાં એક કર્મચારીએ મીટિંગ દરમિયાન એક મહિલા સાથીદારના લાંબા વાળ વિશે મજાક કરી હતી અને 'યે રેશમી ઝુલ્ફેઈન' ગીતની એક પંક્તિ ગાયી હતી. જોકે, કોર્ટે શોધી કાઢ્યું કે પીડિતાએ શરૂઆતમાં તેને જાતીય સતામણી માન્યું ન હતું. બીજા એક આરોપમાં, કર્મચારી પર એક પુરુષ સાથીદારના ગુપ્ત ભાગો વિશે ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે શોધી કાઢ્યું કે સંબંધિત સાથીદારે આ અંગે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. જસ્ટિસે કહ્યું કે જો આરોપો સાચા હોવાનું માલૂમ પડે તો પણ, તે POSH એક્ટ (કાર્યસ્થળ પર જાતીય સતામણી નિવારણ અધિનિયમ) હેઠળ જાતીય સતામણીની વ્યાખ્યામાં આવતા નથી. આ આધારે કોર્ટે ICC રિપોર્ટ અને ઔદ્યોગિક કોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો.
ADVERTISEMENT
સ્તન પકડવા દુષ્કર્મ નહીં
કોઈ મહિલા કે છોકરીના સ્તન પકડવા દુષ્કર્મની કેટેગરીમાં આવી શકે? યુપીમાં એક સગીર દુષ્કર્મ કેસમાં સુનાવણી કરતાં અલ્હાબાદ હાઈકોર્ટે એવો ચુકાદો જાહેર કર્યો કે સ્તન પકડવા દુષ્કર્મ નથી પરંતુ તે ગંભીર યૌન હુમલો છે અને તેને માટે સજા થઈ શકે છે. આ કેસમાં હાઈકોર્ટનું એવું કહેવું છે કે આરોપી છોકરાઓનો ઈરાદો સ્પસ્ટ નહોતો તેથી કરેલા કામનો એવો અર્થ ન નીકળે કે તેમનો ઈરાદો દુષ્કર્મનો હતો, તેમણે દુષ્કર્મની તૈયારી કરતું પગલું ભર્યું હતું પરંતુ વાસ્તવિક દુષ્કર્મ થાય તો જ તે ગુનો બને છે. હાઈકોર્ટે આ બન્ને વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો.
શું હતો કેસ
આશા દેવી નામની એક મહિલાએ 12 જાન્યુઆરી 2022ના દિવસે સ્પેશિયલ જજ સામે એવી ફરિયાદ કરી હતી કે તે તેની પુત્રી સાથે ઘેર જઈ રહી હતી ત્યારે ગામના કેટલાક યુવાનોએ તેની પુત્રીના સ્તન પકડી લીધા હતા અને તેના પાયજામાની દોરી ખેંચવા લાગ્યો હતો બીજો એક યુવાન પુત્રીને નાળા તરફ ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી યુવાનોનો ઈરાદો દુષ્કર્મનો હતો તે સ્પસ્ટ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.