વિદ્યુત જામાવાલની ફિલ્મ 'કમાન્ડો 3' શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે અને રિલીઝ થતાંની સાથે જ ફિલ્મ કંટ્રોવર્સીમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના એક સીનમાં એક પહેલવાન સ્કૂલમાં ભણતી બાળકીનું સ્કર્ટ ઊંચું કરતા દેખાડવામાં આવ્યો છે. આમ ખુલ્લેઆમ બાળકી સાથે સેક્યુઅલ હેરેસમેન્ટ કરતા પાંચ મિનિટમાં વિડિયોએ બબાલ મચાવી દીધી છે.
'કમાન્ડો 3' ફિલ્મના એક સીનમાં બાળકીનું સ્કર્ટ ઊંચુ કરતાં દેખાડ્યું
સીન જોઈ સોશિયલ મીડિયા પર મચી બબાલ
યુઝર્સ ભડક્યા અને કહ્યું, પબ્લિસિટી માટે આવું બધું ન કરો
હકીકતમાં 'કમાન્ડો 3' ફિલ્મના આ સીનમાં સ્કૂલની બાળકી છોકરીઓ સાથે થતા યૌન શોષણનો વીડિયો વાયરલ કરવાની વાત કરે છે. તેની આ વાત સાંભળી પહલવાન તેને ધમકાવે છે અને બાળકીના નજીક જઈને તેનું સ્કર્ટ ઊંચુ કરવા લાગે છે.
લોકોએ કહ્યું આ પહલવાનને બદનામ કરવાની કોશિશિ છે
ફિલ્મનો આ સીન ડિસ્ટર્બિંગ છે અને આ સીન ફિલ્મમાં દેખાડવા બદલ લોકો વિરોધ કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે આ સીનમાં પહેલવાનની ખોટી ઈમેજ ઊભી કરવામાં આવી છે. યુઝર્સે કહ્યું પહેલવાન મહિલાઓનું સન્માન કરે છે અને ફિલ્મમાં આ સીન તેમના કેરેક્ટર વિરૂદ્ધ દર્શાવવામાં આવ્યો છે.
કેટલાક યુઝર્સે કમેન્ટ કરી કે, કુશ્તીને વચ્ચે ન લાવો. પહેલવાન ક્યારેય આવી ગંદી હરકત કરી શકે નહીં. ત્યાં એક યુઝરે તો કમાન્ડો 3ને બોયકોટ કરવાની માગ પણ કરી દીધી. એક યુઝરે લખ્યું, બાળકો સાથેના આવા સીન દેખાડી બસ પબ્લિસિટી ઈચ્છો છો. એક યુઝરે કહ્યું, તમારી સ્ક્રિપ્ટને પ્રમોટ કરવા માટે અમારા પહેલવાનને બદનામ કરો નહીં.
પ્રોડ્યુસરે જણાવ્યો બોલ્ડ સ્ટેપ
એક રિપોર્ટ મુજબ પ્રોડ્યૂસર વિપુલ અમૃતલાલ શાહએ ફિલ્મના આ ઈન્ટ્રોડક્ટરી સીનને બોલ્ડ સ્ટેપ જણાવ્યો. તેમણે કહ્યું, ઓડિયન્સ સુધી પહોંચવા માટે નવી રીતોની શોધ ખૂબ જ જરૂરી છે. અમે આ રીતના ઈન્ટ્રોડક્ટરી સીનને શરૂઆતમાં રાખી એક બોલ્ડ સ્ટેપ લીધો છે. અમને વિશ્વાસ છે કે આ એક ક્લિપ જોયા બાદ ઓડિયન્સને આખી ફિલ્સ પસંદ આવશે. આદિત્ય દત્તે ફિલ્મ ડિરેક્ટ કરી છે. તેમાં વિદ્યુત જામાવાલ સહિત અદા શર્મા, અંગિરા ધર અને ગુલશન લીડ રોલમાં છે. અત્યાર સુધી ફિલ્મને સામાન્ય રિવ્યૂઝ મળ્યા છે.