બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:46 AM, 4 December 2024
પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલના ગુમ થવાના સમાચાર મંગળવારે સાંજે મળ્યા હતા, પરંતુ થોડા કલાકો પછી તેમની ભાળ મળી ગઈ છે. તેમણે ખુદ પોલીસને જાણ કરી કે તે 4 ડિસેમ્બરે મુંબઈ પહોંચી જશે. આ સિવાય તેમણે જે કહ્યું તે ઘણું ચોંકાવનારું છે. કોમેડિયને કહ્યું છે કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટમાં સુનીલ પાલને ટાંકીને જણાવવામાં આવ્યું કે ફોન પર વાતચીત દરમિયાન સુનીલ પાળે કહ્યું કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે તેઓ દિલ્હીથી મુંબઈ જવા રવાના થઈ રહ્યા છે, બાકીની માહિતી તેઓ 4 ડિસેમ્બરે આપશે.
ADVERTISEMENT
અહેવાલ મુજબ, સુનીલની પત્નીએ તેના પતિ વિશે ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, કોમેડિયન એક શો કરવા માટે મુંબઈની બહાર ગયા હતા અને મંગળવારે ઘરે પરત ફરવાના હતા, પરંતુ તે અવ્યા નહીં. પત્નીની ફરિયાદ બાદ પોલીસે જ્યારે મામલાની તપાસમાં લાગી ગઈ હતી, ત્યારે જ સુનીલે તેમનો સંપર્ક કર્યો.
ADVERTISEMENT
પત્નીએ નોંધાવી હતી ફરિયાદ
પત્નીએ પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે સુનીલ પાલ છેલ્લા કેટલાક દિવસોથી કામ માટે મુંબઈથી બહાર હતા અને તેઓ 3 ડિસેમ્બરે પરત ફરવાના હતા. પરંતુ જ્યારે તે ઘરે ન અવ્યા અને તેમનો ફોન પણ બંધ આવ્યો ત્યારે તેઓએ પોલીસની મદદ માંગી. જણાવી દઈએ કે કોમેડિયનનો સંપર્ક ન થઈ શકવાથી તેની પત્ની ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી.
આ પણ વાંચો: આખરે 7 વર્ષના વનવાસનો અંત! ખતમ થઇ ગોવિંદા-કૃષ્ણાની લડાઈ, ટીનાએ શેર કર્યો જોરદાર વીડિયો
કોમેડિયન હોવા ઉપરાંત સુનીલ પાલ એક સારા એક્ટર પણ છે, જેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ કોમેડી શો 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ'ની પ્રથમ સીઝનના વિજેતા હતા. 2010 માં, તેમણે સિરાજ ખાન, જોની લીવર, રાજુ શ્રીવાસ્તવ, કપિલ શર્મા, નવીન પ્રભાકર, અહેસાન કુરેશી, સુદેશ લાહિરી અને અન્ય સહિત 51 સ્ટેન્ડ-અપ કોમેડિયન અભિનીત કોમેડી ફિલ્મ 'ભાવનાઓ કો સમજો' લખી અને નિર્દેશિત કરી. તેમણે 'બોમ્બે ટુ ગોવા' અને 'કિક' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.