બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / comedian sudesh lehri had sold awards to feed his family know his rare success story

સ્ટ્રગલ / પાણીમાં મીઠું નાખીને રોટલી ખાધી, ઍવોર્ડ વેચીને પેટ ભર્યું, સુપર સ્ટાર કોમેડિયનની ભાવુક કહાની

Premal

Last Updated: 04:46 PM, 18 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાસ્ય કલાકાર અને અભિનેતા સુદેશ લહેરી આજે કોઈ ઓળખાણના મોહતાજ નથી. તેમણે કોમેડી શોથી લઇને ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યુ છે.

  • ગરીબીમાં વિત્યું આ હાસ્ય કલાકારનું બાળપણ
  • સુદેશ લહેરીએ કોમેડી શોથી લઇને ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યુ
  • સુદેશે ગરીબીના સમયમાં પાણીમાં મીઠું નાખી ખાધી હતી રોટલી

સુદેશે ઈન્ડસ્ટ્રીમાં કેવીરીતે પોતાની ઓળખ બનાવી?

સુદેશ લહેરી જ્યારે પણ સ્ક્રીન પર દેખાય છે તો દર્શકોનું હાસ્ય છૂટી જાય છે. સુદેશે આ જગ્યાએ પહોંચવા માટે ખૂબ પરિશ્રમ કર્યો છે. સુદેશનું બાળપણ ખૂબ ગરીબીમાં વિત્યુ છે. તેમના ઘરમાં ખાવાના પણ પૈસા નહોતા. પરંતુ તેમ છતાં તેમણે ક્યારેય હાર માની નથી અને ગરીબીને ક્યારેય પણ પોતાના રસ્તામાં રોડારૂપ બનવા દીધી નથી. આવો જાણીએ છીએ કે કેવુ હતુ  સુદેશનું બાળપણ અને કેવીરીતે તેમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની આટલી નામના ઉભી કરી છે.

પાણીમાં મીઠું નાખી ખાતો હતો રોટલી

સુદેશ લહેરીએ જણાવ્યું હતુ કે ઘરમાં પૈસાની એટલી તંગી હતી કે તેઓ ક્યારેય સ્કૂલ જ જતા નહોતા. ઈન્ટરવ્યુ દરમ્યાન તેમણે કહ્યું, મારો જન્મ જલંધરમાં થયો હતો. બાદમાં અમે અમૃતસર આવી ગયા. બાળપણમાં મેં ખૂબ ધક્કા ખાધા હતા. મારા પિતા પાસેથી ગોલ્ડનું કામ શીખ્યુ હતુ. તે વખતે મારા પિતા 100-200 રૂપિયા કમાતા હતા. તેઓ નશો એટલો કરતા હતા કે તેમના બધા રૂપિયા પૂરા થઇ જતા હતા. જેને કારણે ઘરનો ખર્ચ પરવડતો ન હતો. ઘરમાં એક જોડી ચપ્પલ હતી. જો તે પહેરીને ગઇ હોય તો તે જ્યારે પહેરીને પાછી આવતી હતી ત્યારે હું ચપ્પલ પહેરતો હતો. ખાવામાં પણ એવુ થતુ હતુ કે પાણીમાં મીઠું નાખીને રોટલી ખાતો હતો. હું ક્યારેય સ્કૂલ ગયો નથી કારણકે મારી પાસે ફી ભરવા માટે પૈસા નહોતા.

એવોર્ડ વેચીને રાશન ખરીદ્યુ

સુદેશે જણાવ્યું કે પરિવારજનોએ તેમને ચાની દુકાન પર કામ કરવા માટે લગાવી દીધો હતો. તેમણે કહ્યું, મે મારા જીવનમાં એટલા બધા દુ:ખ જોયા છે કે ભગવાન મારા દુશ્મનને પણ આ દુ:ખ ના બતાવે. મેં પંજાબમાં ખૂબ કામ કર્યુ છે. એક વખત એક વ્યક્તિ ઘરે આવ્યો અને કહ્યું કે અમે તમારું સન્માન કરવા માંગીએ છીએ તો તે સમયે મારા ઘર પર ખાવા માટે રોટલી નહોતી. ઘર વેચાવાનુ હતુ. બાળકો બિમાર હતા. સ્થિતિ ખૂબ ખરાબ હતી. તો એ વ્યક્તિને મેં પૂછ્યુ કે આ એવોર્ડ કેટલાનો હશે. તો તેણે કહ્યું કે 300-400 રૂપિયાનો. મેં તેને કહ્યું કે મને એવોર્ડના બદલામાં રૂપિયા આપી દો. તેમણે મને પૈસા આપી દીધા અને પછી આ એવોર્ડથી તેમણે મને સ્ટેજ પર સન્માનિત કર્યો. એવોર્ડના બદલામાં મળેલા રૂપિયાથી મેં રાશન ખરીદ્યુ અને પરિવારનું પેટ ભર્યુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ