સુરતનાં કામરેજનાં વેલેંજા ગામે રહેતી 31 વર્ષીય મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે મહિલાનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
સુરતનાં કારમરેજનાં વેલેંજા ગામે પરણીતાએ કર્યો આપઘાત
અનાજમાં નાંખવાની ઝેરી દવા પી મોતને વ્હાલું કર્યું
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સુરતનાં કામરેજનાં વેલેંજા ગામે રહેતી પરણીતાએ ઝેરી દવા પી મોતને વ્હાલું કર્યું હતું. ત્યારે મૃતક પરણિતાને સંતાનમાં એક બાળક હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ બાબતે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સારવાર દરમ્યાન પરણીતાનું મોત નિપજ્યું
સુરત જીલ્લાનાં કામરેજનાં વેલેંજા ખાતે રહેતા અને હિરાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકની પત્નિએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું વ્યાપી ગયું હતું. ત્યારે આપઘાત કરતા પહેલા મહિલા ક્રિષ્નાબેને તેમનાં પતિને ફોન કરીને કહ્યું હતું કે છેલ્લીવાર મળવું હોય તો આવ તેમ જણાવ્યું હતું. પત્નિનાં આવા શબ્દો સાંભળી પતિ તાત્કાલીક ઘરે પહોંચે તે પહેલા ક્રિષ્નાબેને અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. ત્યારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ક્રિષ્નાબેનનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.