બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Columbia Plane Crash: How 4 children survived in Columbia jungle for 40 days on their own

કોલંબિયા / પ્લેન ક્રેશ બાદ અમેઝોનના ગાઢ જંગલમાં 40 દિવસ કેવી રીત લડ્યા 4 બાળકો? આપવીતી રૂંવાડા ઉભા કરી દેશે

Vaidehi

Last Updated: 08:05 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં કોલંબિયાનાં જંગલમાં ગુમ થઈ ગયેલા 4 બાળકોનું 40 દિવસ બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું. પરંતુ સવાલ એ છે કે આ નાનાં બાળકો 40 દિવસ સુધી ગાઢ જંગલમાં એકલા રહ્યાં કઈ રીતે?

  • કોલંબિયામાં પ્લેન ક્રેશ થવાને લીધે 4 બાળકો થયાં હતાં ગુમ
  • 40 દિવસ બાદ જીવિત મળી આવ્યાં નાનાં બાળકો
  • બાળકોનાં દાદાએ જણાવ્યું કે બાળકોએ કઈ રીતે દિવસો કાઢ્યાં 

કોલંબિયામાં એક ચમત્કારિક ઘટના સામે આવી .1 મેના રોજ 7 મુસાફરો સાથેનું સેસના 206 એરક્રાફ્ટ કોલંબિયાના એરસ્પેસમાં ક્રેશ થયું હતું અને અમેઝોનના જંગલોમાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત 3 લોકોના મોત થયા છે. તેમના મૃતદેહ મળી આવ્યા હતા. ચાર બાળકો ગુમ હતા.એક ન્યૂઝ એજન્સી અનુસાર પ્લેન ક્રેશ થયા બાદ સેનાના જવાનોએ બાળકોની શોધમાં અઠવાડિયા સુધી બચાવ અભિયાન ચલાવ્યું હતું. હવે એમેઝોનના ગાઢ જંગલોમાં પ્લેન ક્રેશના 40 દિવસ બાદ ચારેય બાળકો જીવિત મળી આવ્યા છે. ચાર બાળકોમાંથી એક 13 વર્ષનો, એક 9 વર્ષનો અને એક 4 વર્ષનો છે. જ્યારે એક બાળક તો  માત્ર 12 મહિનાનો છે. હવે નવાઈની વાત તો એ છે કે 40 દિવસ સુધી આ 4 નાના બાળકો ગાઢ જંગલમાં જીવિત કઈ રીતે રહ્યાં?

બાળકોને બાળપણથી જ શિકાર કરવાનું શિખવ્યું હતું
આ બાળકો હ્યૂટોટો સ્વદેશી સમૂહનાં છે. આ સમૂહનાં લોકોને જન્મથી જ જંગલ સ્કિલ વિશે શિખવવામાં આવે છે. બાળકોનાં દાદા ફિડેંશિયો વાલેંસિયાએ કહ્યું કે બાળકો જંગલથી સારી રીતે પરિચિત છે કારણકે તેમને બાળપણથી જ શિકાર કરવાનું અને માછલીઓ પકડવાનું શિખવવામાં આવ્યું છે. દાદાની આ વાતથી એ તો સ્પષ્ટ છે કે આ નાના બાળકોએ 40 દિવસ પોતાનાં ખાવા-પીવાની વ્યવસ્થા તો કરી જ લીધી હતી.

બાળકોનાં શરીર પર મળી આવ્યાં નિશાન
રેસ્ક્યૂ ટીમે આ બાળકોની તપાસ કરી ત્યારે સૌથી પહેલા તો એક બાળકનું ડાયપર મળી આવ્યું અને પછી એક અડધું ખાયેલું સફરજન મળી આવ્યું હતું. સતત શોધ્યાં બાદ ટીમે બાળકોને શોધી કાઢ્યાં અને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં. માહિતી અનુસાર આ બાળકોનાં શરીર પરથી અનેક કીડા-મકોડાનાં ડંખના નિશાન મળી આવ્યાં છે.

બાળકોનાં મળ્યાની જાણ રાષ્ટ્રપતિએ કરી હતી
કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ જણાવ્યું કે, આ બાળકોને કોલંબિયાના કેક્વેટા અને ગુવિયર પ્રાંતની વચ્ચે ફેલાયેલા એમેઝોનના જંગલોમાં જીવતા બચાવી લેવામાં આવ્યા છે. બાળકોના દાદા ફિડેન્સિયો વેલેન્સિયાએ કહ્યું કે 'હા, બાળકો મળી ગયા છે, પરંતુ મારે તરત જ તેમને લેવા માટે ફ્લાઈટ અથવા હેલિકોપ્ટરની જરૂર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Amazon jungle Columbia Plane Crash children rescue કોલંબિયા જંગલ બાળકો રેસ્ક્યૂ Columbia Plane Crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ