બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Collision between Coromandel Express and freight train, news of 10 deaths so far, emergency control room number announced

ઓડિશા / ડબ્બા પર ચડી ગયું એન્જિન ! કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં 50ના મોત, 350 લોકો ઘાયલ

Pravin Joshi

Last Updated: 10:32 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાના મોટા સમાચાર છે. બાલાસોરના બહાનાગા સ્ટેશન પાસે યશવંતપુર એક્સપ્રેસની સાથે કોરોમંડલ એક્સપ્રેસ 12841ના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં કેટલાય લોકોના મોતની આશંકા છે.

  • કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર
  • અત્યાર સુધીમાં 50 લોકોના મોત, 350થી વધારે ઈજાગ્રસ્ત
  • SRCએ ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર જાહેર કર્યો 

હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માત ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. ઓડિશામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અહીં બાલાસોરના બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે મુસાફરોને લઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ (12841)ના પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 350 લોકો ઘાયલ થયા છે અને 50ના મોત થયા છે. સાથે જ અનેક મુસાફરોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.

ઈમરજન્સી કંટ્રોલ નંબર જાહેર કરાયા

વિશેષ રાહત કમિશનરની કચેરીએ માહિતી આપી હતી કે બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. SRCએ ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર જારી કર્યો છે: 0678 2262286

  • ઇમરજન્સી કંટ્રોલ રૂમ: 6782262286

  • હાવડા: 033-26382217

  • ખડગપુર: 8972073925, 9332392339

  • બાલાસોર: 8249591559, 7978418322

  • કોલકાતા શાલીમાર: 9903370746

  • રેલમદદ: 044- 2535 4771

  • ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે: 044- 25330952, 044-25330953 અને 044-25354771

મળતી માહિતી મુજબ દુર્ઘટના સ્થળે બચાવ તેમજ રાહત કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ બાલાસોર કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા માટે જાણ કરવામાં આવી છે અને જો રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય, તો એસઆરસીને પણ જાણ કરવામાં આવી છે.

બંને ટ્રેનો એક જ પાટા પર આવી જતા આ દુર્ઘટનાં સર્જાઈ હોવાની આશંકા
હાલમાં આ અકસ્માતમાં થયેલા નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ આશંકા છે કે ઘણા લોકો માર્યા ગયા છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે બંને ટ્રેનો એક જ લાઈનમાં આવવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ છે. જાણવા મળી રહ્યું છે કે સિગ્નલ ફેલ થવાના કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવીને ટકરાઈ હતી.

ઘટનાસ્થળે 15 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી

એડિશનલ ડીએમઈટીએ જણાવ્યું કે અમે ઘટનાસ્થળે 15 એમ્બ્યુલન્સ મોકલી છે. ઘાયલોને  હોસ્પિટલમાં ખસેડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટલાકને વધુ સારવાર માટે રીફર પણ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ 10 મુસાફરોને બાલાસોર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

બંને ટ્રેન એક જ ટ્રેક પર કેવી રીતે આવી તેની તપાસ શરૂ

મળતી માહિતી મુજબ કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન ગુડ્સ ટ્રેનની ઉપર ચઢી ગયું છે. જે દર્શાવે છે કે ટ્રેનની સ્પીડ ઘણી વધારે હતી. ટ્રેન દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ બંને ટ્રેન એક જ ટ્રેક પર સામ સામે આવી ગઈ હતી. કોની ભૂલનાં કારણે આ દુર્ઘટનાં સર્જાઈ છે તેની તપાસ ચાલુ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CoromandelExpress CoromandelExpressTrainAccident Train emergencycontrolroomnumber odisha trainaccident ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર ઓડિશામાં ટ્રેન દુર્ઘટના કોરોમંડલ એક્સપ્રેસ કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર Coromandel Express Train Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ