બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / કેવી રીતે અને કોના કહેવાથી થયું 2 હજાર કરોડનું કૌભાંડ? એક પત્રએ આયુષ ઓકનું કારનામું ઓકાવ્યું
Last Updated: 12:05 AM, 12 June 2024
વલસાડના કલેક્ટર આયુષ ઓક. જેમને હાલ સુરતના ડુમસની 2 હજાર કરોડના જમીન કૌભાંડમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને આ કૌભાંડનો ભાંડો ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્ર ફૂટ્યો છે.
ADVERTISEMENT
2.17 લાખ ચોરસ મીટર ખાનગી વ્યક્તિના નામે કરી દેવાય
ADVERTISEMENT
સમગ્ર મામલા અંગે વાત કરવામાં આવે તો સુરતના ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીનમાં ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરાવીને બે હજાર કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવામાં આવ્યો છે. જે જમીનમાં વર્ષોથી ખાતેદાર ન હતા. તે જમીનમાં એકાએક ખાતેદાર ઉભા કરવામાં આવ્યા છે. એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે, સુરતના પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો આ સરકારી જમીનમાં તત્કાલિન કલેક્ટર આયુષ ઓકે ખાતેદારનું નામ નાખવા માટે કોના કહેવા પર આદેશ આપ્યો હતો તે સવાલ છે.
સમગ્ર મામલે SIT ની રચના કરવામાં આવી
હાલ 2 હજાર કરોડના જમીન કૌભાંડ મુદ્દે SITની રચના કરી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તેવામાં જોવાનું એ રહેશે કે, આગામી કલેક્ટર સામે કોઈ કાર્યવાહી થાય છે કે, પછી આ કૌભાંડને દબાવી દેવામાં આવે છે.
વધુ વાંચોઃ ધોરણ 10-12ની ગૂણ ચકાસણીનું પરિણામ જાહેર, અહિયાં જોવા મળશે રિઝલ્ટ
કેવી રીતે થયું જમીન કૌભાંડ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.