બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2 હજાર કરોડની જમીનનો ઓર્ડર કરનાર સસ્પેન્ડેડ IAS આયુષ ઓક છે કોણ? કેસ ક્યાંથી ખૂલ્યો?

વલસાડ / 2 હજાર કરોડની જમીનનો ઓર્ડર કરનાર સસ્પેન્ડેડ IAS આયુષ ઓક છે કોણ? કેસ ક્યાંથી ખૂલ્યો?

Last Updated: 11:47 PM, 10 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Valsad News: સરકારી જમીનનું બારોબારયું કરનાર ભ્રષ્ટ અધિકારી આયુષ ઓકને સ્પેન્ડ કરીને તેની જગ્યાએ અધિક કલેક્ટર અનસૂયા જહાંને કલેક્ટરની જવાબદારી સોંપાઈ છે.

વલસાડના કલેક્ટર અને સુરત તત્કાલિન કલેક્ટર તેમજ ડુમસ વિસ્તારમાં સરકારી જમીન ખોટી રીતે વેચીને મહેસૂલ વિભાગને નુકસાન પહોંચાડનાર IAS આયુષ ઓકને સરકારે સ્પેન્ડનો ઓર્ડર પકડાવી દીધો છે. આ કટકીબાજ અધિકારી સુરત ખાતે કલેક્ટર તરીકે ફરજ ફજાવતો હતો ત્યારે પોતાનો હોદ્દાનો ઉપયોગ કરી સરકારી જમીન ખાનગી વ્યક્તિને વેચીને 2 હજાર કરોડ ગાંઠે કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.

તુષાર ચૌધરીની ફરિયાદ બાદ સરકાર એક્શનમાં આવી

કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જમીન કૌભાંડ મામલે ફરિયાદ દાખલ કર્યા બાદ સરકાર એક્શનમાં આવી હતી ત્યારબાદ તપાસ હાથ ધરતા આયુષ ઓકના ભ્રષ્ટ મનસુબો સામે આવતા એક્શન લેવાઈ છે. આ મુદ્દે તુષાર ચૌધરીનો આક્ષેપ છે કે, 20 જેટલા ખાનગી વ્યક્તિઓના નામે સરકારી જમીન ચડાવી દેવામાં આવી છે, વધુમાં જણાવ્યું કે, આ કૌભાંડમાં મોટા માથાઓ પણ સમાયેલા છે જેમને પણ ઉઘાડા કરવામાં આવશે, ફક્ત સ્પેન્ડથી લડાઈ પૂરી થતી નથી.

વાંચવા જેવું: ગુજરાતના આ વિસ્તારોમાં આકાશથી વરસ્યું કાચું સોનું, હજુ પણ 5 દિવસ દે ધનાધન આગાહી

બદલીના એક દિવસ પહેલા જ કૌભાંડનો ખેલ ખેલાયો

આક્ષેપ એવો છે કે, 2.17 લાખ ચોરસ મીટર જમીન છે જે ખાનગી વ્યક્તિઓને પધારીને 2 હજાર કરોડ ખીચામાં મૂકી દીધા છે. વધુમાં આક્ષેપ છે કે, અંગત લાભની સાથે સાથે રાજકીય દબાણમાં આવીને આ કારસો રચ્યો હતો. સાથો સાથ એવું પણ કહ્યું કે, સુરતના પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ કરાયેલું છે. પરંતુ આ ભ્રષ્ટ અધિકારી દ્વારા બદલીના એક દિવસ પહેલા જ કૌભાંડનો સમગ્ર ખેલ પાડી દીધો હતો અને ગણોતિયાના નામ દાખલ કરી દીધા હતાં

સંકળાયેલા મુદ્દાઓ

Surat Government Land Valsad News Valsad Collector Suspended
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ