Video / સુરતમાં યુરો સ્કૂલની દાદાગીરી, ઓનલાઇન એજ્યુકેશનના નામે ફીની ઉઘરાણી

સુરતમાં યુરો સ્કૂલની દાદાગીરી સામે આવી છે. યુરો સ્કૂલે ઓનલાઇન એજ્યુકેશનના નામે ફીની ઉઘરાણી કરી છે. જેને લઇ યૂરો સ્કૂલ ખાતે વાલીઓ એકઠા થયા હતા. યુરો સ્કૂલે ત્રિમાસીક ફીના નામે ફીની ઉઘરાણી કરી છે. સ્કૂલનું કહેવું છે કે અમે વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવ્યા છે. વાલીએ શાળા સંચાલકો પાસે લિવિંગ સર્ટિફિકેટની માગ કરી છે. પરંતુ શાળા સંચાલકો લિવિંગ સર્ટિફિકેટ પણ નથી આપી રહ્યાં. અને શાળા સંચાલકોએ મીડિયા સાથે પણ દાદાગીરી કરી છે. ત્યારે સવાલો ઉઠી રહ્યાં છે કે કોરોનાના સંકટ સમયે પણ યુરો સ્કૂલે કેમ દાદાગીરી કરે છે?. ઓનલાઇન એજ્યુકેશન નામે કેમ ફીની ઉઘરાણી કરાય છે?. વાલીઓને સંચાલકો કેમ વિદ્યાર્થીના લિવિંગ સર્ટિફિકેટ નથી આપી રહ્યાં?. અને શાળા સંચાલકોએ મીડિયા સાથે પણ કેમ દાદાગીરી કરે છે?.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ