આપઘાત /
એક એક શબ્દે યુવતી કેટલું રડી હશે તે તેની અંતિમ નોંધમાં મહેસૂસ થાય છે, તમે પણ વાંચીને રડી પડશો
Team VTV12:08 PM, 30 Jan 21
| Updated: 06:14 PM, 30 Jan 21
પંચમહાલમાં કોલેજની વિદ્યાર્થીનીના આપઘાતની ઘટના સામે આવી છે. હાલોલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિએ કેનાલમાં પડીને જીવન ટૂંકાવ્યું છે.
યુવતીએ 7 પાનાની સુસાઇડ નોટ લખી
પ્રેમીએ છોડી દેતા યુવતીએ કર્યો આપઘાત
શરીર સુખ માણ્યા બાદ છોડી દેતા કર્યો આપઘાત
આશાભરી આ યુવતીએ 7 પાનાની સુસાઇડ નોટ લખીને મોત વહાલું કર્યુ છે. સાત પાનામાં તે કોડભરી કન્યાએ પોતાના જીવનનો સાર લખી નાંખ્યો છે. તેના પ્રેમીએ તેની સાથે પ્રેમ રમત રમીને છોડી દેતા યુવતીએ આ અંતિમ પગલુ ભર્યુ હતુ.
તેની સુસાઈડ નોટ વાંચીને ભલભલાની આંખો ભીની થઈ જાય તેવું લખાણ છે. એક યૌવનમાં કદમ રાખી રહેલી મુગ્ધાને ભરમાઓ કેવી રીતે ભમરાવે અને તેમનો શું અંજામ આવે તેની કરૂણ કથા યુવતીએ સાત પાનામાં લખી નાંખી છે. પ્રેમીએ વર્ષો સુધી શરીર સુખ માણ્યા બાદ છોડી દેતા આપઘાત કરી લીધો છે. કાલોલ પોલીસે પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સુસાઈડ નોટ વાંચી રડી પડશો
હેલો આ એમ કવિતા (નામ બદલ્યું છે),
આજે મારી લાઈફનો લાસ્ટ ડે છે. હું સુસાઈટ કરવા જી રહી છું. હું કોપરદ ગામથી બિલોંગ કરૂ છું. મારુ સુસાઈટ કરવાનું રિઝન રિલેશનશીપ છે. મારુ કોપરજ ગામમાં સોલંકી રાહુલ કુમાર નગીનભાઈ છે. એક્ચ્યુલી તેને મારી સાથે સેક્સ્યુલી રિલેશન છે. તેને મને ખોટી ખોટી વાતોમાં ફસાવી. તે ડેલી મને મળતો હતો અને સેક્સ કરતો હતો. હું એને લવ સમજી બેઠી. તેને મારી સાથે વન યર ઉપર રાખ્યૂ
જ્યારે તેની લાઈફમાં બીજી ગર્લસ આઈ તો મને ઈગ્નોર કરવા લાગ્યો. મારો વોટ્સેપ નંબર બ્લોક કરી દીધો તેને મારા પહેલા પણ બવ ગર્લસ હતી લાઈફમાં મને ખબર નહતી કે તે ગર્લનો યુઝ કરીને છોડી દે છે. જ્યારે મે તેને કીધુ તો તે બહાના બનાવા લાગ્યો. તો મારી પાસે ફોટા હતા તો અપલોડ કર્યા હતા. તો તેને જ પણ ફોટા હતા મારા ફોનમાં તે ડિલિટ કરવા માટે તે મને મળ્યો હતો. 22 જાન્યુઆરીએ રિસ્ટાર્ટ કરીને છોડી દીધી રસ્તામાં. અને તેને મારો બવ જ યુઝ કર્યો હતો એટલે માટે હું છોડી શકી નહીં. મે ફસ્ટ ટાઈમ કોઈના પર ટ્રસ્ટ કર્યો તેના માટે મારુ કેરિયર, ફ્યૂચર, મારા પાપાના ડ્રિમ, ટ્ર્સ્ટ બધુ જ ઓવર કરી નાંખ્યૂ હતુ. એટલા માટે મે તેના અને મારા ફોટા અપલોડ કરી દીધા. બિકઝ તેને મારો યુઝ પણ કર્યો અને ગામમાં મારી ગંદી ગંદી વાત કરતો હતો. મને ખબર નહોતી. તેને મેરેજ માટે મને સેક્ન્ડમાં મરવા માટે છોડી દીધી. તેને ખબર છે હું આ કામ કરવાની છું કઈ જગ્યા પર.
તો તેને કહ્યું કે તારે જે કરવું હોય તે કરી શકે છે એમ. એન્ડ ગામમાં તેને આ વાત કરી કે હું તેની સાથે મેરેજ માટે બ્લેક મેલ કરુ છું. આવી રીતે અને બીજુ કે હું તેના પૈસા જોઈને તેની લાઈમાં આવેલી. આ વાત કરી તેના કારને હું ગામમાં ફેસ દેખાડવા લાયક નથી રહી. તો હરું આમ કરુ છું. મે ગામમાં તો સું મારી ફેમિલીને ફેસ દેખાડવા નથી રહી બિકઝ પાપાનું પ્રોમિસ કર્યૂ હતુ કે તમારી ઈમેજ ખરાબ નઈ થવા દવ. તમને કોી કમ્પેલન નઈ આવે એમ. બટ હું સ્ટડી માટે પૂના ગઈ હતી તે બોયસ માટે હું ઘરે આવી ગઈ બટ તે મારો યુઝ કરતો રહ્યો મને ખબર નહતી. હું મારી ફેમિલી ને માફી માંગુ છું કે તમારી ઈમેજ ખરાબ થઈ.
ઓલ ગર્લસ પ્લીઝ કોઈ બોયસ માટે પાપાના ડ્રિમ પર પાની ના ફેરવતા અને પ્લીઝ ઓલ બોયસ ને હું રિક્વેસ્ટ કરુ છું પોતાના ટાઈમ પાસ અને હવસ પૂરી કરવા માટે કોઈ ગર્લ્સની લાઈફ ઓવર ના કરશો. મે બોયસ માટે મારી લાઈફ ઓવર નથી કરી બટ હું ક્યાય ફેસ દેખાડવા લાયક નથી છોડી તેને અને ફેમિલિનો ટ્રસ્ટ તોડ્યો છે. એટલા માટે હું આ સ્ટેપ ભરૂ છું. તેની લાઈફમાં હું તેના પર ટ્રસ્ટ કરીને ગઈ હતી બટ તેને ફાયદો ઉઠાવી અનલિમિટેડ સેક્સ કર્યુ છે. તેનું કામ પૂરુ થતા મને છોડી દીધી એન્ડ મારી જ ગામમાં ગંદી વાત કરી. તેનાથી મારી ફેમિલિની ઈમેજ ખરાબ થઈ. તેનું રિઝન હું છું. તો મારી લાઈ અહિં સ્ટોપ કરી દવ છું.
આઈ હોપ મમ્મી પાપા તમે મને સમજો અને પ્લીઝ હિંમત ના હારતા મારા સિવાય પણ બીજી છોકરીઓ છે, ભાઈ છે. આ પગલુ ભરવાનું રિઝન એ છે કે તમારા ડ્રિમ હુ પુરા કરી શકુ નહી અને ઈમેજ ખરાબ કરી નાંખી. તમે બોવજ મહેનતથી અહિં સુધી સ્ટડી કરાવી બટ તમારા ડ્રિમ ઈમેજ બધુ જ ઓવર કરી નાંખ્યુ એટલા માટે હું આ સ્ટેપ ભરુ છુ.