રાજ્યમાં ઠંડીનો કહેર યથાવત્, 5.5 ડિગ્રી સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર

By : admin 09:14 AM, 09 January 2019 | Updated : 09:14 AM, 09 January 2019
ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાના પગલે મેદાની વિસ્તારમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. સમગ્ર રાજ્યમાં પણ હાલ ઠંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે.

વાત કરવામાં આવે રાજસ્થાનના આબુની તો માઉન્ટ આબુમાં ઠંડીનો પારો 1 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે રાજ્યના ડીસામાં ઠંડીનો પારો 8.2 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે નલિયામાં ન્યૂનતમ તાપમાન 5.5 ડિગ્રી નોંધાતા નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે.

જ્યારે અમદાવાદમાં 12 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી અને સુરતમાં 13 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનો ચમકારો યથાવત છે. આમ લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો પણ સહારો લઈ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ઠંડીએ લોકોને ઠુઠવાઈ દીધા છે.

ખાસ કરીને વહેલી સવારે જોગર્સ, અને વોકિંગ કરનારાઓ તથા કસરત અને યોગા કરનારાઓનો ધસારો પણ વધ્યો છે.

આમ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં થઇ રહેલી હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.  જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ તેમજ ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ રહી છે.

જ્યારે થોડા દિવસ અગાઉ જ મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 27 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટયો હતો. લોકો ઠંડીથી બચવા માટે તાપણા અને ગરમ પીણા તેમજ ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે.

આમ ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના પગલે સમગ્ર રાજ્યમાં ઠંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. Recent Story

Popular Story