રાજ્યમાં શિયાળાનો માહોલ, નલિયા 12.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર

By : kavan 08:06 AM, 02 December 2018 | Updated : 08:08 AM, 02 December 2018
અમદાવાદ: રાજ્યમાં ઠંડા પવન સાથે શિયાળાનો માહોલ જામતો જાય છે. આ સાથે જ લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યો છે. રાજ્યમાં નલિયા 12.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પારો ગગડીને 16.1 ડિગ્રી પહોંચ્યો છે. 

છેલ્લા થોડા દિવસોથી મોડી રાત્રીનાં અને વહેલી સવારનાં સમયે શિયાળા જેવું વાતાવરણ છવાઇ જાય છે. અને લોકો ગરમ વસ્ત્રોનાં સહારે ઘરની બહાર નિકળે છે.જો કે બપોરનાં સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા અસહ્ય ઉકળાટ સાથે ગરમીનો અનુભવ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં બરફ વર્ષા થઇ છે જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે રાજધાની દિલ્હી સહિત સમગ્ર NCRમાં ધુમ્મસ અને ઠંડીના કારણે લોકોના હાલ બેહાલ થયાં છે. રાતે પણ ધુમ્મસનું સામ્રાજય યથાવત રહ્યું પરંતુ ઠંડીએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story