ગુજરાતમાં ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આગામી સમયમાં હજુ પણ ઠંડીનો પારો ગગડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ યથાવત
ઉત્તર પૂર્વીય દિશામાં ફૂંકાતા શીત પવનોને લીધે વધી ઠંડી
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી
રાજ્યના અન્ય મહાનગરોમાં હાડ થીજવતી ઠંડી અહેસાસ
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે.
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે હજી આગામી બે દિવસો સુધીમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. બીજી બાજુ, હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વખતની ઉત્તરાયણમાં ઠંડીને કારણે પતંગરસિયાઓની સવારના સમયમાં મજા બગડી શકે છે. તેમજ 14મી જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેવાથી પતંગ રસિયાઓની મજા બગડશે નહીં.
ઉત્તર પૂર્વીય દિશામાં ફૂંકાતા ઠંડા પવનોના કારણે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ
ઉત્તરાયણ પર્વના એક દિવસ પૂર્વે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 9.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 8 ડિગ્રી નોધાયો હતો. તેમજ વડોદરામાં 11.3 ડિગ્રી, રાજકોટમાં 12.7 ડિગ્રી અને ભાવનગરમાં 13 ડિગ્રીન નોધાયો હતો. આમ સમગ્ર રાજ્યમાં ઉત્તરીય પૂર્વીય પવનોના કારણે લધુત્તમ તાપમાનનો પરો 15 ડિગ્રીની આસ પાસ પહોંચવા પામ્યું હતું.
હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતભરમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે. આગામી 48 કલાક રાજ્યમાં કોલ્ડવેવની શક્યતા છે. અમદાવાદ, અમરેલી, કચ્છ અને બનાસકાઠામાં ઠંડી રહેશે. 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડા પવનો ફુંકાશે. હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે.