કોલ્ડ વેવ / ઉતરભારતમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાત પહોંચી, ગુજરાતીઓ 8.8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયા

Cold wave in Gujarat Naliya record 8.8 degree temperature

ઉત્તર ભારતમાં સતત હિમવર્ષા થતી હોઇ ત્યાંથી ફુંકાતા ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાના શીતાગાર પવનથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં નલિયા ઠંડુગાર બન્યુ છે નલિયાનું તાપમાન 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે જ્યારે કંડલા, અમરેલીમાં પણ તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યુ છે. હજુ આવનારા દિવસોમાં તાપમાન રાજ્યભરમાં 8 ડિગ્રીએ પહોંચવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ