શીતલહેર / ઉત્તર ભારતમાં ઠંડી યથાવત, નવા વર્ષે પણ કાયમ રહેશે પ્રકોપ

Cold Wave Formed As Dense Fog Enshrouds North India And Delhi

સમગ્ર ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ઠંડીનો પ્રકોપના કારણે લેહમાં તાપમાન માઈનસ 20 ડિગ્રીએ પહોંચ્યું તો અન્ય તરફ લાહોલ સ્પીતિમાં તાપમાન માઈનસ 26 ડિગ્રી રહ્યું હતું. ગુલર્મગમાં માઈનસ 8 તો શ્રીનગરમાં માઈનસ 7 ડિગ્રી તાપમાન, હિમાચલના કેલોંગમાં માઈનસ 10 ડિગ્રી તાપમાન નોંધાયું. કેદારનાથમાં પણ તાપમાન માઈનસ 11 ડિગ્રીએ પહોંચ્યું. તાપમાન ગગડતાં લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. પહાડો પર હિમવર્ષાના કારણે અનેક માર્ગો પણ બંધ રહ્યા હતા. મેદાની પ્રદેશોમાં પણ તાપમાનનો પારો સતત ગગડ્યો હતો. નવા વર્ષની શરૂઆત પહેલાં જ દિલ્હીમાં ઠંડીની સાથે સાથે ધુમ્મસનો પણ અટેક હોવાથી લોકોએ વધારે મુશ્કેલી અનુભવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ