બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Cold Wave and snowfall affects People and Tourist at North India

ઠંડીનો પ્રકોપ / ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીથી હાહાકાર, પહાડો પર બરફની ચાદર છવાતાં પર્યટકોને મુશ્કેલી

Bhushita

Last Updated: 07:29 AM, 20 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ હજુ પણ યથાવત છે.. જમ્મૂ-કશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા યથાવત્ છે.. તો ખીણ પ્રદેશોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. એટલું જ નહીં મેદાની પ્રદેશોમાં પણ પારો ગગડતાં લોકો ઠુઠવાઈ ગયા છે.

  • ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીથી હાહાકાર
  • હિમાચલમાં હિમ પ્રકોપ, સહેલાણીઓનો ધસારો
  • પહાડો પર બરફની ચાદર, મેદાની પ્રદેશો ઠંડાગાર

જમ્મૂ-કશ્મીરના લેહમાં પારો માઈનસ 16.3 ડિગ્રી સુધી ગગડી ગયો છે. તો હિમાચલના પ્રવાસન સ્થળોમાં પણ પારો માઈનસમાં પહોંચી ગયો છે. શ્રીનગરમાં માઈનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તરફ હિમાચલના કેલોંગમાં માઈનસ 8, કલ્પામાં માઈનસ 5, મનાલીમાં માઈનસ 2 અને શિમલામાં માઈનસ 1 ડિગ્રી સુધી તાપમાન ગગડ્યું છે. 

તાપમાનમાં આવ્યો સતત ઘટાડો

જ્યારે અન્ય શહેરોમાં તાપમાનનો પારો 4થી 5 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. જેના કારણે હિમાચલમાં સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ દિલ્લી, હરિયાણા ઉત્તરપ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 5થી 6 ડિગ્રીસુધી ગગડી ગયો છે.

ચમોલીમાં સડક પર બરફ

ચમોલી જિલ્લામાં હવામાન સામાન્ય થયા બાદ પણ સડક પર પચાસથી વધારે ગામ હજુ પણ બરફથી ઢંકાયેલા છે. અહીં પગપાળા જવાના રસ્તા પર પણ બરફ હોવાના કારણે ગ્રામીણોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે થોડો તડકો નીકળતાં સ્થાનિકોએ જાતે જ ઘરના આંગણા અને છત પરની બરફ હટાવી હચી. અનેક જગ્યાઓએ બાળકોએ બરફની મજા લીધી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Cold wave Himachal Snow Fall Tourist north India ઉત્તર ભારત ઠંડીનો પ્રકોપ બરફ હિમવર્ષા હિમાચલ cold wave
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ